GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રંગીલા રાજકોટમાં દિવાળી ઉત્સવનો પ્રારંભ: તા.૩૦મીએ થશે રેસકોર્સ ખાતે ભવ્ય આતશબાજી

તા.૨૮/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રંગીલા રાજકોટની ઉત્સવ પ્રેમી જનતા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે તા.૩૧ ઓક્ટોબર સુધી ભવ્ય “દિવાળી ઉત્સવ” નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તા.૨૯ ઓક્ટોબરના રોજ રેસકોર્સ રીંગ રોડ ખાતે રંગોળી સ્પર્ધા અને તા. ૩૦ ઓક્ટોબર બુધવારના રોજ સાંજે ૭:૦૦ કલાકે શ્રી માધવરાવ સિંધીયા ક્રિકેટ સ્ટેડિયમ રેસકોર્ષ ખાતે ભવ્ય આતશબાજી યોજાશે.
આ ઉત્સવમાં તા. ૨૯ થી ૩૧ દરમિયાન લેસર શો, આકર્ષક થીમ બેઈઝ લાઇટીંગ ડેકોરેશન અને રંગોળી સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર જેવા વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. રાજકોટની ઉત્સવપ્રેમી જનતાને આ દિવાળી ઉત્સવમાં સામેલ થવા રાજકોટ મહાનગર પાલિકા વતી નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.



