
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં ડિજિટલ ક્રોપ સર્વે કરનારને ખેતીવાડી વિભાગ દ્વારા પેમેન્ટ ન ચુકવાયું, ખેતીવાડી અધિકારી કહે છે હું આ પ્રોજેક્ટ અમલીકરણ કરતો નથી
હાલ દિવાળી નો તહેવાર નજીક છે છતાં ડિજિટલ ક્રોપ સર્વેયર કરનારનું પેમેન્ટ ન ચૂકવાયું. ડિજિટલ યુગમાં કામ કરતા અને ખેતીવાડી દ્વારા સોંપવામાં આવેલ ડિજિટલ ક્રોપ સર્વે ની કામગીરી કરનાર સર્વેયર નું પેમેંટ એક મહિનો વીતવા આવ્યો છતાં હજુ ચુકાવાયું નથી ડિજિટલ સર્વે એ ખરીફ અને રવિ પાકમાં ખેતરમાં જઈને કરવામાં આવે છે મોબાઈલ એપ્લિકેશન દ્વારા ખેતરમાં જઈને કરવામાં આવે છે જે સર્વે નંબર હોય ખેતરનો એ મુજબ ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવે છે એક સર્વે નંબર દીઠ 10 રૂપિયા ચૂકવવામા આવે છે જેમાં ચોમાસાની ઋતુમાં જીવજંતુ ને કારણે જીવના જોખમેં ખેતરમાં જઈ સર્વેયર સર્વે કરે છે એમાં પણ હજુ એક મહિનો થવા આવ્યો છતાં કોઈજ પેમેન્ટ સર્વે કરનાર ને ખેતીવાડી વિભાગ દ્વારા ચૂકવાયું નથી
આ બાબતે અરવલ્લી જિલ્લા ખેતીવાડી અધિકારીને ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું અને કહ્યું હતું કે તમને ફોન કરવાનું કોણે કહ્યું આ બાબતે હું આ પ્રોજેક્ટ અમલીકરણ કરતો નથી તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો આખા જિલ્લાના ખેતીવાડી ના ધણી બની બેઠેલા અધિકારી જો ખેતીવાડી શાખા સંભારતા હોય અને આ પણ એક સર્વે નું કામ ખેતીવાડી વિભાગનું છે છતાં આ પ્રકારની વાત કરતા જાણે ખેતીવાડી અધિકારી તરીકે કોઈ જવાબદારી ના હોય તેવી રીતે જવાબ આપ્યો હોવાનું સામે આવ્યું હતું





