MORBI:મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટી દોડ નું આયોજન કરાયું
MORBI:મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટી દોડ નું આયોજન કરાયું
૩૧ મી ઓક્ટોબર એટલે સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી. અને તેમની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લા ઘણા સમયથી રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવે છે દિવાળી તહેવાર ને ધ્યાને લઈ સરકાર દ્વારા ૨૯ તારીખે રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે આજે રન ફોર યુનિટી દોડ નું આયોજન કરેલ. મોરબી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુ નેં પુષ્પો ચડાવીને ત્યાં થી પ્રસ્થાન કરાવ્યું હતું. મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે સવારે સવા સાત વાગ્યે નવાબ ટ્રેન્ડ પાસે સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુ પાસે રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા કલેકટર કેબી ઝવેરી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી અધિક કલેક્ટર ખાચર નાયબ પોલીસ અધિક્ષક પી. એ. ઝાલા સહિત નાએ લીલી ઝંડી આપી હતી . આ રન ફોર યુનિટી ની દોડ માં યુનિટી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ પોલીસ સ્ટાફ, રેવન્યુ સ્ટાફ ઇજનેરી સ્ટાફ આરોગ્ય સ્ટાફ શિક્ષણ શાખા, નગરપાલિકા નો સ્ટાફ તેમજ કેટલીક શાળાના વિદ્યાર્થીઓ તિરંગા સાથે જોડાયા હતા.
રીપોર્ટ: શ્રીકાંત પટેલ-મોરબી
મો.નં.૯૯૭૮૩૯૮૮૮૫.