GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને ફટાકડા વિતરણ કર્યા

MORBI:મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને ફટાકડા વિતરણ કર્યા

 

 

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપે દિવાળી પર્વની અનોખી ઉજવણી કરી છે. છેલ્લા ચાર દિવસ મોરબીના વિવિધ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં જઈને બાળકોને કપડા વિતરણ, નાસ્તો વિતરણ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.

Oplus_131072

ત્યારે ગઇકાલે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, જીગ્નાબેન ગૌસ્વામી, ઉષાબેન ભાનુશાળી, નિમિષાબેન, રેખાબેન પટેલ, નિર્માલબેન હડીયલ, આરતીબેન, નિલાબેન, જાગૃતિબેન સહિતની બહેનો મોરબીના લીલાપર રોડ પર તેમજ કામધેનું પાછળ આવેલ આવાસ, નવલખી ફાટક સહિતના વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટીમાં જઈને નાના-નાના બાળકોને ફટાકડા વિતરણ કર્યા હતા. તેમજ દિવાળીના દિવસે મીઠાઈ વિતરણ સહિતના સેવાકાર્ય કરવામાં આવશે તેમ અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!