GUJARATHALOLPANCHMAHAL
હાલોલ-181 અભયમ મહિલા હેલ્પ લાઇન ટીમ હાલોલ દ્વારા વિવિધ રંગોળી દ્વારા હિંસા મુકત મહિલાનો સંદેશ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૦.૧૦.૨૦૨૪
181 અભયમ હાલોલ દ્વારા રંગોલી દ્રારા હિંસા મુક્ત મહિલા નો સંદેશો અપાયો.સમગ્ર દેશ ભરમાં દિવાળી અને નૂતનવર્ષે સંદેશા આપવામા આવે છે.181 અભયમ મહિલા હેલ્પ લાઇન ટીમ હાલોલ દ્વારા વિવિઘ રંગોળી દ્વારા હિંસા મુકત મહિલાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થિનીઓ સામે કોઈપણ પ્રકારની હિંસા કે હેરાનગતિ કરવામાં આવે તો 24 ક્લાક વિના મૂલ્યે સેવા આપતી અભયમ હેલ્પ લાઇનનો સંપર્ક કરવા હિમાયત કરવામાં આવી હતી.નૂતન વર્ષે અભયમ ટીમ દ્વારા મહિલાઓની સુરક્ષા, બચાવ અને માર્ગદર્શન માટે કટિબદ્ધ બની સેવા આપવા મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો હતો.જ્યારે સમગ્ર દેશવાસીઓને 181 અભયમ હાલોલ દ્વારા દિવાળી પર્વ ની શુભેચ્છાઓ પાઠવી હતી.






