GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:દિવાળીના તહેવારોમાં સાર્થકનો સમગ્ર રાજ્યમાં ધડાકો ફરી એક વખત સંસ્કૃતિના જતન માટે સાર્થક વિઘામંદિર અગ્રેસર
MORBI:દિવાળીના તહેવારોમાં સાર્થકનો સમગ્ર રાજ્યમાં ધડાકો ફરી એક વખત સંસ્કૃતિના જતન માટે સાર્થક વિઘામંદિર અગ્રેસર
ગુજરાત સરકારના રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી દ્વારા બાળ નાટ્ય/નૃત્ય નાટીકા સ્પર્ધાનું આયોજન થયેલ જેમાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાચીન ભવાઈ વેશ “જસમા ઓડણ” રજૂ કરવામાં આવ્યો જેમાં બાળ કલાકારોએ પોતાની આગવી કલાથી ઉત્તમ ભાવ પ્રગટ કર્યા અને સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો.
આ સમગ્ર નૃત્ય નાટીકાના ડાયરેક્ટર સાર્થક વિદ્યામંદિરના રવિરાજભાઇ પૈજા છે. જેઓએ વિદ્યાર્થીઓને સમગ્ર તૈયારી કરાવી હતી. સત્ય ઘટના પર આધારિત આ નૃત્ય નાટીકાના સંવાદ અને સંગીત લખનાર અને નાટકના દિગ્દર્શક મોરબીના જાણીતા કલાકાર પ્રાણજીવનભાઈ વ્યાસ છે. સાર્થક પરિવાર અને સમગ્ર મોરબી જિલ્લા માટે આ આનંદ અને ગર્વની ક્ષણ છે.