TANKARA ટંકારાના વિરપર ગામ નજીક કમ્ફર્ટ રિસોર્ટ જુગાર પ્રકરણમાં PI અને કોન્સ્ટેબલની બદલી
TANKARA ટંકારાના વિરપર ગામ નજીક કમ્ફર્ટ રિસોર્ટ જુગાર પ્રકરણમાં PI અને કોન્સ્ટેબલની બદલી
ટંકારા તાલુકાના વિરપર ગામ નજીક રાજકોટ હાઈવે પર આવેલ કમ્ફર્ટ હોટલમાંથી બે દિવસ પૂર્વે હાઈ પ્રોફાઈલ જુગારધામ ટંકારા પોલીસે ઝડપી પાડી ૬૩ લાખ થી વધુના મુદ્દામાલ સાથે નવ શખ્સોને અટક કર્યા હતા. જેમા, પોલીસ દ્વારા ગેરરીતિ કરાઈ હોવાની પોલીસ સામે શંકા કુશંકા દરોડા બાદ ઉઠી હતી. એ આશંકા નો અવાજ ઉચ્ચ પોલીસ અમલદારો ના કાન સુધી પહોંચ્યો હોય એમ જુગાર દરોડા બાદ તુર્ત એક જમાદારને દ્વારકા બદલી કર્યા બાદ દિવાળી ની પૂર્વ સંધ્યાએ પી.આઈ. ને પણ લીવ રીઝર્વ મા મુકી દેવાતા આ પ્રકરણે ભારે ખળભળાટ મચ્યો છે. હજુ કેટલાક પેધી ગયેલા પોલીસ કર્મચારીઓ પણ શંકા ની રડારમા હોય આવનારા દિવસોમા તપેલા ચડે તો નવાઈ નહીં.
મળતી માહિતી મુજબ ગત તારીખ ૨૭ ઓક્ટોબરના રોજ ટંકારા રાજકોટ હાઇવે પર કંમ્ફર્ટ હોટલમાં ચાલતું જુગારધામ ઝડપાયું હતું જેમાં પોલીસ દ્વારા ક્યાં ગેરરીતિ આચરી હોવાની આશંકાને લઇને રેન્જ આઇજી અશોક કુમાર યાદવ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કંમ્ફર્ટ હોટલમાં જુગાર રમતા દશ જેટલા શખ્સો ઝડપાયા હતા તેમજ આ રેઇડ દરમ્યાન ટંકારા પોલીસે ૬૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પરંતુ આ કાર્યવાહી દરમ્યાન પોલીસ દ્વારા ક્યાંક ગેરરીતિ આચરી હોવાની આશંકા જણાઈ હતી જેમાં એક આરોપીનું નામ પણ ખોટુ આપ્યો હોવાનો ધડાકો થયો હતો જે અંગે કેટલાક મીડીયામાં ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે રેન્જ આઇજી દ્વારા કંમ્ફર્ટ હોટલમાં ઝડપાયેલ જુગારધામમા તપાસ હાથ ધરી છે અને બે દિવસ પહેલા મહિપતસિંહ સોલંકી નામના પોલીસકર્મીની દ્વારકા જીલ્લામા બદલી કરવામાં આવી છે ત્યારે આજે રેન્જ આઇજી દ્વારા આ પ્રકરણમાં ટંકારા ઈન્ચાર્જ પીઆઈ વાય.કે. ગોહિલને પણ લિવ રીઝર્વમા મુકાયા હોવાની ચર્ચા ચાલી રહી છે.
આ પ્રકરણમાં મામલે મોરબી જીલ્લામા માહોલ ગરમાયો છે અને આ ટંકારા કંમ્ફર્ટ હોટલમાં ઝડપાયેલ જુગારધામમા કોઈ ગેરરીતિ કરાઈ છે કે નહી તેની તપાસ લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીને સોંપવામાં આવી છે તેમજ રાજકોટ રેન્જ આઇજી દ્વારા આગામી સમયમાં કડક કાર્યવાહી થઈ શકે તેવા સંકેત મળી રહ્યા છે ત્યારે આગામી સમયમાં જોવુ રહ્યુ કે ટંકારા પોલીસ દ્વારા કંમ્ફર્ટ હોટલમાં ઝડપાયેલ લોક મુખે એવી ચર્ચાનું જોર પકડ્યું છે પ્રતિષ્ઠતા વ્યક્તિને બદનામ કરવાનું કાવતરું હતું પી આઈ અને કોન્સ્ટેબલ એક્શન કોને આપ્યા પરીણામ મોરબી જીલ્લામાં વિસ્તારમાં ચર્ચાનું જોર પકડ્યું છે કે શું રાજકીય સળ યંત્ર કે શું કોના કહેવાથી પી આઈ અને કોન્સ્ટેબલે રેડ કરી હતી …?