ભરૂચમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂ.9.85 લાખના મુદ્દામાલની ચોરી કરી

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરની માંગલ્ય સોસાયટીમાં રહેતાં જૈના પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ.9.85 લાખના મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયાં હતાં. બહારગામથી ફરીને આવેલા પરિવારને ચોરી થઈ હોવાની જાણ થતાં તેઓએ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ભરૂચની દહેજ બાયપાસ રોડ પર આવેલી માંગલ્ય સોસાયટીમાં રહેતાં દિજગોજ દિગમ્બર જૈના પરિવાર સાથે 25 મી ઓકટોબરના રોજ ગોવા ફરવા ગયા હતાં. આ તકનો લાભ ઉઠાવી તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. 28મી ઓક્ટોબરે સવારના સાડા સાત વાગ્યે તેમના ઘરની સામે રહેતાં ગુરૂજીતસિંગજીએ તેમને ફોન કરી જણાવ્યું હતું કે, તેમના ઘરના દરવાજાનું તાળું તુટેલી હાલતમાં પડેલું છે. જેથી ઘરમાં ચોરી થઇ હોવાનું માલુમ પડતું હતું. જેથી તેઓએ વીડિયોકોલ પર વાત કરી સ્થિતી બતાવવા કહેતાં તેમણે વીડિયોકોલ પર વાત કરી જોતાં ઘરનો દરવાજાનો નકુચો તુટેલી હાલતમાં હોવા સાથે ઘરમાં બન્ને બેડરૂમમાં તમામ સામાન વરે વિખેર પડેલો હતો. જેથી પરિવાર તાત્કાલિક બહાર ગામથી પરત આવી મકાનમાં ચેક કરતાં મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ એક લીનોવા કંપનીનું લેપટોપ સહિત કુલ રૂ.9.85 લાખનો સામાન ચોરી થયો હોવાનું માલુમ પડ્યું હતું. આ મમાલે દિજગોજ દિગમ્બર જૈનાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.



