BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરુચવાસીઓએ ઉત્સાહપૂર્વક દિવાળી પર્વની ઉજવણી કરી, નાના મોટા સૌ કોઈએ ફટાકડાં ફોડી દિવાળી ઉજવી


સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લાના લોકો ગતરોજ દિવાળી પર્વની ધૂમધામ પૂર્વક ઉજવણી કરી હતી.નાના મોટા સૌ કોઈએ ફટાકડાં અને આકાશી રોકેટે ફોડીને દિવાળી ઉજવી હતી.
પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચારેય તરફ લોકોએ પોતાના મકાનો ઘરો અને શેરી મહોલ્લાઓ લાઈટિંગ અને તોરણો અને દિવડાઓથી સજાવ્યા છે. ગતરોજ દિવાળીનો પર્વ હોય રાત્રીના ધામધૂમ પુર્વક દિવાળીના તહેવારની ઉજવણી કરી હતી. જેમાં નાના મોટા સૌ કોઈએ ફટાકડાં,તારા મંડળ,ચકેડી, કોઠી,બૉમ્બ અને અવનવા આકાશી રોકેટે ફોડીને ઉત્સાહ પૂર્વક ઉત્સવ ઉજવ્યો હતો.રાત્રીના આકાશી નજારોમાં જ્યાં જોવો ત્યાં રોકેટ સાથે અદભૂત લાગતો હતો.

Back to top button
error: Content is protected !!