GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI – -WAKANER નવા વર્ષે દારૂ પી ડમડમ હાલતમાં નીકળેલા છ પ્યાસી આત્માઓ ઝડપાઇ 

MORBI – -WAKANER નવા વર્ષે દારૂ પી ડમડમ હાલતમાં નીકળેલા છ પ્યાસી આત્માઓ ઝડપાઇ

 

 

મોરબી શહેર તેમજ વાંકાનેર શહેરમાં પોલીસે નવા વર્ષે દારૂ પી ડમડમ હાલતમાં નીકળેલા છ પ્યાસી આત્માઓને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

મોરબી શહેરના દરબારગઢ વિસ્તારમાં સીટી એ ડિવિઝન પોલીસે કેટરિંગના ધંધાર્થી વિશાલ ગાંડાભાઈ ભટ્ટ, વાવડી રોડ ઉપરથી સોહિલ સલીમભાઈ મકરાણી, અવિનાશ નરેન્દ્રદત શર્માને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. જ્યારે સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરામાંથી શેરમામદ ઈબ્રાહીમભાઈ ભટ્ટી, ભડિયાદ રોડ ઉપરથી અશ્વિન ઘૂડાભાઇ ડાભી, શોભેશ્વર રોડ ઉપરથી મકસુદ મહેબૂબભાઈ સરવદીને નશાની હાલતમાં બકવાસ કરતા ઝડપી લીધા હતા. જ્યારે વાંકાનેર સીટી પોલીસે કુંભારપરામાંથી આરોપી અશોક પોપટભાઈ સારદીયાને નશાની હાલતમાં જાહેરમાં બકવાસ કરતા ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Back to top button
error: Content is protected !!