GUJARAT
સેગવા થી સિમળી માર્ગ પર બે મોટર સાઇકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે ત્રણ વ્યકિતઓના મોત નીપજ્યા જ્યારે અન્ય ત્રણ ને નાની મોટી ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા
ફૈઝ ખત્રી..શિનોર મળતી માહિતી અનુસાર ડભોઇ તાલુકાના વણાદરા ગામના દિનેશભાઈ વસાવા પોતાના પરિવાર સાથે શિનોર તાલુકાના સિમળી ગામે આવેલી તેમની સાસરીમા મોટર સાઇકલ લઇને જવા નિકળેલા હતાં.તે દરમિયાન શિનોર તાલુકાના સેગવા થી સિમળી જવાના માર્ગ પર તેમની મોટર સાઇકલ ને અકસ્માત નડ્યો હતો.જેમાં બે મોટર સાઇકલ સામ સામે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં બે વ્યક્તિ અને એક બાળકી મળી કુલ ત્રણ વ્યકિતઓના મોત નીપજ્યા હતા.જ્યારે અન્ય બે મહિલા અને એક બાળકીને નાની મોટી ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સમાં મોટા ફોફળીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.જ્યારે અકસ્માતના પગલે શિનોર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી







