ગીર ગઢડા તાલુકા પંચાયત દ્વારા તાલુકા ના 5 ગામો માં અનુ.જાતિ વિસ્તારમાં નવા 5 આંબેડકર હૉલ મંજૂર કરવામાં આવ્યા
ગીર ગઢડા તાલુકા પંચાયત દ્વારા તાલુકા પંચાયત ની ગ્રાન્ટ માથી રૂપિયા 25 લાખ ના ખર્ચે ગીર ગઢડા તાલુકા ના વડવિયાળા, ફાટસર, ઈટવાયા, અંબાડા અને ધ્રાબાવડ એમ કુલ ૫ ગામો ની અંદર આંબેડકર હૉલ મંજૂર કરવામાં આવ્યા

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકા પંચાયત દ્વારા તાલુકા ના 5 ગામો માં અનુ.જાતિ વિસ્તારમાં નવા 5 આંબેડકર હૉલ મંજૂર કરવામાં આવ્યા
ગીર ગઢડા તાલુકા પંચાયત દ્વારા તાલુકા પંચાયત ની ગ્રાન્ટ માથી રૂપિયા 25 લાખ ના ખર્ચે ગીર ગઢડા તાલુકા ના વડવિયાળા, ફાટસર, ઈટવાયા, અંબાડા અને ધ્રાબાવડ એમ કુલ ૫ ગામો ની અંદર આંબેડકર હૉલ મંજૂર કરવામાં આવ્યા છે
ગીર ગઢડા તાલુકા પંચાયત માં હાલ ભારતીય જનતા પાર્ટી ની સત્તા છે, પ્રમુખ તરીકે શ્રીમતિ ભગવતીબેન પ્રવીણભાઈ સાંખટ જવાબદારી નિભાવી રહ્યા છે,જરૂરીયાત મંદ લોકો ને તેમની જરૂરિયાત મુજબ ના વિકાસ ના કામો સરળતા થી મળી રહે , તે અંગે ગીર ગઢડા તાલુકા પંચાયત ખૂબ ગંભીરતા પૂર્વક આગળ વધી રહી છે.
ગીર ગઢડા તાલુકો આર્થિક રીતે પછાત તાલુકો છે, આ તાલુકા મા વસતા અનુ. જાતિ સમાજ ને તેમના નાના – મોટા પ્રસંગો ઉકેલવામાં અવ્યસ્થા નાં કારણે અગવડતા ઊભી થતી હોય છે, સમાજ ના નાના મોટા સામાજિક પ્રસંગો સરળતા થી ઉકેલાય, ખાસ કરી ચોમાસા ની ઋતુ માં અગવડતા ઊભી ન થાય તે બાબત ને ઘ્યાને લઈ , ગીર ગઢડા તાલુકા ના વડવિયાળા, ફાટસર, ઈટવાયા, ધ્રાબાવડ અને અંબાડા આમ કુલ 5 ગામો ની અંદર આંબેડકર હૉલ મંજૂર કરવામાં આવ્યા છે, જેના કામો ઝડપ થી પુર્ણ કરી, આગામી સમય માં લોકાર્પણ કરવામાં આવશે





