હાલોલ તાલુકાના આવાસ યોજનાના લાભાર્થીઓનો સાસંદ જશુભાઇ રાઠવા તેમજ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં વર્કઓર્ડર વિતરણ કાર્યક્રમ યોજાયો
હાલોલ તાલુકા પંચાયત કચેરી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થીઓ ને વર્કઓર્ડર વિતરણ કરવાનો કાર્યક્રમ છોટાઉદેપુરના સંસદ અને હાલોલ ધારાસભ્ય ની ઉપસ્થિતિ માં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ માં તાલુકાના 5,708 લાભાર્થીઓ ને ઓર્ડર આપવામાં આવ્યા હતા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૪.૧૧.૨૦૨૪
હાલોલ તાલુકા પંચાયત કચેરી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થીઓ ને વર્કઓર્ડર વિતરણ કરવાનો કાર્યક્રમ છોટાઉદેપુરના સંસદ અને હાલોલ ધારાસભ્ય ની ઉપસ્થિતિ માં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ માં તાલુકાના 5,708 લાભાર્થીઓ ને ઓર્ડર આપવામાં આવ્યા હતા.વર્ષ 2018 -19 માં આવસ સોફ્ટ ના માધ્યમ થી કરવામાં આવેલી રિસર્વે કામગીરી નો કેન્દ્ર સરકાર દ્વારા 2020-21 માં અમલ કરવામાં આવ્યો હતો. જે માં તમામ લાભાર્થીઓ ના કુટુંબ ના તમામ સભ્યો સહિત આધાર કાર્ડ ને આવાસસોફ્ટ માં અપલોડ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં ભૂતકાળ માં મળેલા લાભ વાળા લાભાર્થીઓ ના નામો રદ્દ કરવાં અંગે જે તે ગ્રામ પંચાયત કચેરી દ્વારા ઠરાવો કરવાની કામગીરી કરવામાં આવ્યા બાદ લાભાર્થીઓ ને આવાસો ના લાભ આપવામાં આવ્યા છે, જેમાં હાલોલ તાલુકામાં 5,708 લાભાર્થીઓ ના આવાસો મંજુર કરવામાં આવ્યા હતા. આ તમામ લાભાર્થીઓ ને આજે હાલોલ તાલુકા પંચાયત કચેરી દ્વારા વર્ક ઓર્ડર આપવાનો કાર્યક્રમ છોટા ઉદેપુરના સંસદ સભ્ય જશુભાઈ રાઠવા અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો હતો.આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી,તાલુકા પંચાયત પ્રમુખ ,ઉપ પ્રમુખ,તાલુકાના તલાટી,સરપંચો તેમજ ભાજપા અગ્રણીઓ હાજર રહ્યા હતા.













