AHAVADANGGUJARAT

Saputara: સાપુતારાનું આકર્ષણ ઝાંખુ : બોટિંગ અને રોપવે બંધ હોવાથી પ્રવાસીઓમાં નારાજગી વ્યાપી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગુજરાત રાજ્યમાં બનેલી રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના તથા વડોદરાની હરણી લેક દુર્ઘટના બાદ ગિરિમથક સાપુતારાનું હૃદય સમાન સર્પગંગા તળાવનું બોટીંગ તથા ટેબલ પોઈંટ નજીક ચાલતુ રોપવે બંધ હાલતમાં ખોટકાઈને સુમસામ ભાસી ઉઠ્યા છે.રાજય સરકાર દ્વારા સાપુતારા ખાતે એડવેન્ચર એક્ટિવિટીને તો મંજૂરી આપવામાં આવેલ છે પરંતુ હજુ સુધી બોટીંગ અને રોપવે જેવી એક્ટિવિટી સેવાઓને મંજૂરી આપવામાં આવેલ નથી.જેના કારણે  અનેક પ્રશ્ન ઉદભવી રહ્યા છે. દિવાળી વેકેશનમાં અસંખ્ય પ્રવાસીઓ બોટિંગ અને રોપવે રાઈડની આશાએ આવે છે.ત્યારે આ વખતે બોટિંગ અને રોપવે જ બંધ રહેશે તો પ્રવાસીઓ કેમ કરીને આવશે તે પ્રશ્ન બની ગયો છે.રાજ્ય સરકાર દ્વારા સાપુતારામાં એડવેન્ચર એક્ટિવિટીને મંજૂરી આપવામાં આવી છે.જોકે બોટિંગ અને રોપવે જેવા મુખ્ય આકર્ષણો બંધ રાખવામાં આવેલ છે.ત્યારે આ નિર્ણયને લઈને પ્રવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.રાજકોટ ગેમ ઝોન અને વડોદરાની હરણી લેક દુર્ઘટના બાદ સુરક્ષાના કારણોસર સાપુતારાના હૃદય સમાન સર્પગંગા તળાવનું બોટિંગ અને રોપવે રિસોર્ટ બંધ કરવામાં આવ્યુ છે. દિવાળી વેકેશનમાં સાપુતારાની મુલાકાત લેવા આવતા પ્રવાસીઓ માટે બોટિંગ અને રોપવે એ મુખ્ય આકર્ષણ હોય છે.આ વખતે આ બંને સેવાઓ બંધ રહેશે તો પ્રવાસીઓ કેમ કરીને આવશે તે પ્રશ્ન ઉઠી રહ્યો છે.સાપુતારાના સ્થાનિક વેપારીઓ અને હોટલ માલિકો પણ આ નિર્ણયથી ચિંતિત છે. તેઓનું માનવું છે કે, બોટિંગ અને રોપવે બંધ હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થશે અને તેની અસર સ્થાનિક અર્થતંત્ર પર પડશે.સરકાર તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવેલ નથી. જોકે, સુત્રોના જણાવ્યા મુજબ સુરક્ષાના દૃષ્ટિકોણથી આ નિર્ણય લેવામાં આવ્યો છે અને જલ્દી જ આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવશે.સાપુતારાને ગુજરાતનું મહત્વનું પર્યટન સ્થળ બનાવવાના સરકારના પ્રયાસો વચ્ચે બોટિંગ અને રોપવે જેવી મુખ્ય સેવાઓ બંધ રહેવાથી સાપુતારાના વિકાસમાં અવરોધ ઊભો થઈ શકે છે.આ પરિસ્થિતિમાં સરકારે સુરક્ષા સાથે સમાધાન કરીને પ્રવાસીઓને સુવિધા આપવા માટે યોગ્ય પગલા લેવા જોઈએ. જેમ કે, નવીનતમ સુરક્ષા સાધનોનો ઉપયોગ કરીને બોટિંગ અને રોપવે સેવાઓ શરૂ કરવી જોઈએ.જોકે હવે સરકાર દ્વારા આ મામલે પૂરતું ધ્યાન આપીને નવા નિયમો બનાવીને પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં આવશે કે કેમ તે તો આવનાર સમયમાં જોવું રહ્યુ..

Back to top button
error: Content is protected !!