
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ઈસરી બારા પંચાલ સમાજ સંચાલિત શિક્ષણ સમિતિ દ્વારા સ્નેહ સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ રખાપુર ગામે યોજાઈ ગયો.
મેઘરજ તાલુકાના રખાપુર જેવા નાના ગામે શિક્ષણ સમિતિ દ્વારા સન્હે સંમેલન અને તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ કાર્યકમ મુખ્ય મહેમાન અમારા ધારાસભ્ય પી.સી બરંડા અને અધ્યક્ષ તરીકે બી એસ .એન. એલ ના અધિકારી બાબુભાઈ પી પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાયો આ પ્રસંગે ઇસરી બારા પંચાલ સમાજના હોદ્દેદારો શિક્ષણ સમિતિના પ્રમુખ શીવુભાઈ પંચાલ અને રખાપુર ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ ગામના અગ્રણી જયંતીલાલ પંચાલે સૌનું શબ્દોથી સ્વાગત કર્યું દીપ પ્રાગટ્ય અધ્યક્ષ અને મુખ્ય મહેમાનના હસ્તે થઈ વિશ્વકર્મા દાદા ની આરતી બાદ શ્રી રામ સ્તુતિ એક પાત્રીય અભિનય બાદ 75 વર્ષ ઉપરના વડીલોનું સાલથી સન્માન. સરકારી નોકરી મેળવનાર નું સ્વાગત કે.જી.વન બાલવાટી ભાઈઓ બહેનોને દહેગામડાના કનુભાઈ પંચાલ તરફથી ઇનામ આપેલ ઉચ્ચ શિક્ષણ મેળવનાર તેજસ્વી તારલાઓનુ શીલ્ડ અને પ્રમાણ પત્રથી સન્માન કરવામાં આવેલ રખાપુર શાળા આપવા બદલ આ આચાર્ય બેન નું સ્વાગત કરેલ રખાપુર ગ્રામજનોનો તરફથી ધારાસભ્ય પી.સી બરંડા નુ સ્વાગત કરેલ. પ્રાસંગિક પ્રવચનમાં ધારાસભ્ય એ જણાવ્યું કે આજ સુધી 1000 કરોડના કામો કરાવ્યા છે હજુ વિકાસના કામો થશે જ અધ્યક્ષ બાબુભાઈ પંચાલે સૌ મહેમાનો ગ્રામજનો આભાર માનીએ સમિતિને 21000 નું દાન જાહેર કરેલ કાર્યક્રમનું સંચાલન આચાર્ય કમલેશભાઈ અને શૈલેષ પી .બી પંચાલે કર્યું. આભાર વિધિ મંત્રી કનુભાઈ પંચાલે કરી સૌનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો





