પાવાગઢ ખાતે આવેલા મહાકાળી માતાજીની મંદિરમાંથી મુંગટ અને સોનાના હારની ચોરી કરનારો ઈસમ સુરત જીલ્લામાંથી ઝડપાયો
યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આવેલ શ્રી મહાકાળી માતાજીના નિજ મંદિર માં પ્રવેશી આથી 15 દિવસ પહેલા લાખો રૂપિયાના માતાજીના આભૂષણ ની થયેલી ચોરી નો ભેદ પંચમહાલ પોલીસે ઉકેલ્યો છે.
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૬.૧૧.૨૦૨૪
યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આવેલ શ્રી મહાકાળી માતાજીના નિજ મંદિર માં પ્રવેશી આથી 15 દિવસ પહેલા લાખો રૂપિયાના માતાજીના આભૂષણ ની થયેલી ચોરી નો ભેદ પંચમહાલ પોલીસે ઉકેલ્યો છે.શક્તિપીઠ અને યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે ગત 27મી ઓક્ટોબર 24 ની મોડી રાત્રે ઘરફોડિયા દ્વારા મંદિર પરિષદમાં અભેદ સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં માતાજીના નિજ મંદિર માં એર પારસીંગ માટે રાખવામાં આવેલી જગ્યાએ થી ગર્ભગૃહ માં પ્રવેશી માતાજીના આભૂષણોની કરવામાં આવેલી ચોરીની ઘટનામાં શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ દ્વારા પાવાગઢ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ ના આધારે પોલીસે મંદિરમાં થયેલી ચોરીના બનાવને ગંભીરતાથી ઊંડી તાપસ કરતા અંતે આજે લાભ પાંચમના દિવસે મંદિરમાંથી ચોરી થયેલા 78 લાખ જેટલી રકમના સોનાના 6 હાર અને સોનાના ઢાળ ચડાવેલા બે મુગુટ સાથે એક ની ધરપકડ કરી છે.જેને લઇ મંદિર ટ્રસ્ટે હાશકારો અનુભવ્યો હતો.આસ્થા, શક્તિ અને શ્રદ્ધા નું કેન્દ્ર અને શક્તિપીઠ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરના ગર્ભગૃહ માંથી કરવામાં આવેલી માતાજીના આભૂષણો ની ચોરી મામલે ઊંડી તપાસ કરી રહેલી પોલીસ ને આજે સફળતા મળી હતી.પોલીસે શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ ના ચોરી થયેલા 78 લાખ રૂપિયા જેટલી રકમ ના એક કિલો ગ્રામ જેટલા સોનાના હાર સાથે તસ્કર ને આજે લાભપાંચમે ઝડપી પાડતા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના નસરપુર ના આ તસ્કર ની આ પહેલી ચોરી હોવાનું તેને પોલીસ ને જણાવ્યું છે.પરંતુ જે રીતે તે ચોરી ને અંજામ અપવાના સાધનો સાથે મંદિર સુધી પહોંચ્યો હતો તે જોતા તેને આ ચોરી ને અંજામ આપવા પાકી યોજના બનાવી હોય તેવું પણ લાગી રહ્યું છે.આ સમગ્ર ઘટના અંગે જાણકારી આપતા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ જણાવ્યું કે મહાકાળી મંદિરમાંથી 6 હાર અને અન્ય ધાતુના બે મુગટ ચોરી થયા હોવાની ફરિયાદ બાદ જિલ્લા એલસીબી,એસઓજી તેમજ અન્ય પોલીસ મથકો ની અલગ અલગ 6 થી 7 ટીમો બનાવીને સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી તપાસમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સી તેમજ ઇન્ટેલિજન્સીની પણ મદદ લેવામાં આવી હતી મંદિર તેમજ તળેટીના સીસીટીવી ફૂટેજો ની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી હતી તે દરમિયાન એલસીબી દ્વારા 27 મી ઓક્ટોબરના દિવસના સીસીટીવી જીણવડ ભરી તપાસમાં ભરૂચ પાર્સિંગ ની ગાડી લઈ આવેલા એક ચાલક ની હિરચાલ શંકાસ્પદ જણાવી હતી જે દિશામાં ઊડી તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન ચોરીની આ ઘટનામાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના નસરપુર ગામના વિદુર ચંદ્રસિંહ વસાવા ની સંડોવણી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેને ચોરી કરેલા મહાકાળી માતાજી ના બે સોનાના હાર અને આજુબાજુ ની મૂર્તિઓ ના એક એક મળી 1 કી ગ્રા. સોના ના છ હાર અનેં સોનાના ઢાળ ચડાવેલા બે મુગટ જે ચોરી કરી તેને એક ટ્રક માં સંતાડી રાખ્યા હતા તે કબ્જે કરી આ સમગ્ર ઘટના નો ભેદ ઉકેલવા માં તમામ જિલ્લાની એલસીબી, એસઓજી તેમજ હાલોલ ટાઉન અને રૂરલ પોલીસ અને પાવાગઢ પોલીસે ભારે મહેનત કરતા તસ્કર ને ઝડપી પાડવામાં પોલીસ સફળ રહી હોવાનું જણાવ્યું હતું.











