
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં જોગબારી ગામમાં એક મહાકાય અજગર જોવા મળતા ગામમાં ભારે ચકચાર મચી ગઈ હતી.જે બાદ ગામના આગેવાને તાત્કાલિક સાપુતારાના એનિમલ સેવાના સભ્યોને જાણ કરતા તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.અને આ અજગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો.જે બાદ આ મહાકાય અજગરને દૂરના જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે ગામના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.તેમજ સાપુતારા એનિમલ સેવના સભ્યોના કામગીરીને પણ ગ્રામજનોએ બિરદાવી હતી..




