ઈડરમાં ટ્રાફિક સમસ્યાને લઈ વાહન ચાલકો પરેશાન…!




સાબરકાંઠા…
ઈડરમાં ટ્રાફિક સમસ્યાને લઈ વાહન ચાલકો પરેશાન…!
ઇમરજન્સી એમ્બ્યુલન્સ સહિતનાં વાહનો ટ્રાફિક ફસાતાં ભારે હાલાકી…
તસ્વીર:-
સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેર વરચેથી પ્રસાર થતા સ્ટેટ હાઇવે રોડ પર અવાર નવાર ટ્રાફિક જામ થતો હોય છે. અવાર નવાર ટ્રાફિક સમસ્યાને લઈ હાઇવે રોડ પરથી પ્રસાર થતા હજાર રાહદારીઓ સહીત વાહન ચાલકો ભારે પરેશાની માંથી પ્રસાર થવા માટે મજબૂર બનતા હોય છે. ત્યારે ઈડર શહેર વરચેથી પ્રસાર થતાં હાઇવે રોડ પર આડેધડ ખાનગી સટલિયા પાર્કિંગ કરાતા હોવાને પગલે ટ્રાફિક સમસ્યા ઉભી થતી હોય છે. જોકે સ્થાનીક તંત્ર દ્વારા ખાનગી સટલીયાઓ સામે કાર્યવાહી કરવાની બદલે તેઓને છાવરી રહ્યા હોવાની રાવ ઉઠવા પામી છે. જેને પરિણામે હાઇવે રોડ પરથી પ્રસાર થતા નિર્દોષ વાહન ચાલકો રાહદારીઓ સહિત ઇમરજન્સી એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડની ગાડીઓ ટ્રાફીકમાં ફસાતાં હોઇ છે. છેલ્લાં કેટલાંક સમયથી ઈડર બસ સ્ટેન્ડ તેમજ તિરંગા સર્કલથી પોલીસ મથક સુધીના માર્ગો પર ટ્રાફિકને અડચણ રૂપ ખાનગી સટલીયાઓ પાર્કિંગ થતા હોવાને કારણે ટ્રાફિક જવાનો તેમજ હોમગાર્ડ જવાનોને ટ્રાફિક કંટ્રોલ કરવો ખૂબ મુશ્કેલ થતો હોય છે. ત્યારે આગામી સમયમાં તંત્રને ખુલ્લો પડકાર આપી ખાનગી સટલીયાઓને કારણે ઉભી થતી ટ્રાફિક સમસ્યાને લઈ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સહિત ફાયર બ્રિગેડને કોઈપણ પ્રકારની તકલીફ ઉભી થાય તો જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન ઉદભવી રહ્યો છે. જોકે દિવાળીની મજા માણી પોતાની સરકારી કચેરી ખાતે હાજર થયેલા અધિકારીઓ પોતાની ફરજની જવાબદારી સમજી આગામી સમયમાં કેવી અને કેટલી કામગિરી કરે છે તે મહત્વનું બની રહે છે….
જયંતિ પરમાર સાબરકાંઠા



