RAJKOTRAJKOT CITY / TALUKO

મામા એ ૭ વર્ષની ભાણી પર આચર્યું દુષ્કર્મ !!!

ધર્મનો ભાઈ બનાવેલા શખ્સે બહેનની જ ૭ વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવી

રાજકોટમાંથી મામા-ભાણીના સંબંધને લાંછન લગાડે એવી ઘટના સામે આવી છે. ફરિયાદી સાથે કામ કરતા અને ધર્મ નો ભાઈ બનાવેલા શખ્સે બહેનની જ ૭ વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવી હતી. આ મામલે પીડિતાની માતાએ ફરિયાદ કરતા યુનિવર્સિટી પોલીસે સફાઈ કામદાર આરોપીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં ફરી એકવાર માનવીય સંબંધોને શર્મસાર કરતી ઘટના બની છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, ૪ નવેમ્બરનાં રોજ યુનિવર્સિટી રોડ પર ૭ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટના મામલે પીડિતાની માતાએ ફરિયાદ કરતા રાજકોટ પોલીસે કાર્યવાહી કરી સફાઈ કામદાર આરોપીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ફરિયાદમાં આરોપ મુજબ, પીડિતાની માતા એક હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે. જ્યાં દુષ્કર્મનો આરોપી પણ સફાઈ કામદાર તરીકે કામ કરે છે. બંને સાથે કામ કરતા હોવાથી પીડિતાની માતાએ આરોપી શખ્સને ધરમનો ભાઈ બનાવ્યો હતો.

પરંતુ, ધર્મ નાં ભાઈએ જ બહેનની ૭  વર્ષની માસૂમ દીકરી પર નજર બગાડી હતી. ૪  નવેમ્બરનાં રોજ યુનિવર્સિટી રોડપર આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ બાળકીએ તેની માતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આથી, પીડિતાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે યુનિવર્સિટી પોલીસે આરોપીની પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!