MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળિયામાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને હદપાર કર્યા

માળિયામાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને હદપાર કર્યા

 

 

માળિયા પોલીસ મથક હદ વિસ્તારમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમો વિરુદ્ધ હદપારી પ્રપોઝલ તૈયાર કરવામાં આવી હતી અને પ્રપોઝલ મંજુર થતા માળિયા પોલીસે બંને ઇસમોને મોરબી ઉપરાંત રાજકોટ સહીત પાંચ જીલ્લામાંથી છ માસ માટે હદપાર કરવામાં આવ્યા છે

માળિયા પોલીસ સ્ટેશનમાં અવારનવાર દેશી દારૂમાં પકડાયેલ ઈસમો ઈસ્મતઅલી અબ્બાસ મોવર (ઉ.વ.૪૨) રહે હરીપર તા. માળિયા અને અશોક ઉર્ફે માઈકલ માવજી રાઠોડ (ઉ.વ.૩૭) રહે મોટા ભેલા તા. માળિયા એમ બે ઈસમો વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશને હદપારી પ્રપોઝલ તૈયાર કરી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ હળવદને મોકલી હતી જે હદપારી પ્રપોઝલ મંજુર કરતા બંને ઇસમોને મોરબી જીલ્લા ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, ભુજ, જામનગર જિલ્લાઓમાંથી છ માસ માટે હદપાર કરવામાં આવ્યા છે

Back to top button
error: Content is protected !!