MORBI:મોરબી મકાનમાં બકોરું બુરવા બાબતે વૃદ્ધ ઉપર બે શખ્સોએ હુમલો કર્યો
MORBI:મોરબી મકાનમાં બકોરું બુરવા બાબતે વૃદ્ધ ઉપર બે શખ્સોએ હુમલો કર્યો
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિજયનગર-૧ માં રહેતા ૬૪ વર્ષીય રણછોડભાઈ વનજીભાઈ કાચરોલાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી હંશરાભાઇ કાવર તથા જીગ્નેશભાઇ હંશરાજભાઇ કાવરર હે-બન્ને સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટ ૪૦૧,સતાધાર સોસાયટી મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકલ તા.૦૬/૧૧ના રોજ ફરીયાદી રણછોડભાઈ પોતાના ઘરની ગેલેરીમા સામાવાળાના ઘરની દીવાલમા આવેલ બારી(હોલ) કે જેમાંથી કોઇપણ વ્યક્તિ આવી જઈ શકે તેમ હોય તે બંધ કરવા માટે રણછોડભાઈ પોતાની દીવાલમાં એંગલ લગાવીને છાપરૂ કરતા હોય જે બાબતે સામાવાળા મકાનમાં રહેતા આરોપી હંશરાજભાઈ અને તેમનો પુત્ર આરોપી હર્ષદભાઈ એમ બંને પિતા-પુત્ર રણછોડભાઈ પાસે આવી તેની સાથે બોલાચાલી કરી અપશબ્દો આપેલ અને ઢીકાપાટુનો માર મારી શરીરે મૂઢ ઇજા કરેલ હોય ત્યારે સમગ્ર બનાવ મામલે ભોગ બનનાર વૃદ્ધ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી બંનેની અટક કરવા તજવીજ હાથ ધરી છે.