GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં આયુષ હોસ્પિટલમાં યુરો સર્જરી વિભાગમાં આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ

 

MORBI:મોરબી જિલ્લામાં આયુષ હોસ્પિટલમાં યુરો સર્જરી વિભાગમાં આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ

 

 

મોરબી જિલ્લા ના ૪૧ વર્ષના સરદાબેન મુંઢવા નામના દર્દીને સતત 5 દિવસથી ડાબા પડખામાં ખુબજ દુખાવો થઈ રહ્યો હતો 2 દિવસ થી તીવ્ર ઠંડી અને તાવ આવી ગયો હતો. તેઓ સારવાર માટે આયુષ હોસ્પિટલમાં આવ્યા દર્દીની સિટી સ્કૅન ની તપાસ કરતાં ખબર પડી કે ડાબી કિડની મા રસી થઈ ગઈ હતી અને ડાબી કિડની ની નળીમાં 13MM ની પથરી ફસાઈ ગઈ હતી. આયુષ હોસ્પિટલમાં યુરોલોજિસ્ટ કેયૂર પટેલ સાહેબ ના કેહવા પ્રમાણે દર્દી ને છેલ્લા 3 વર્ષ થી 13MM ની પથરી ડાબી કિડની ની નળીમાં હોવાનું જણાયું હતું. જેથી દર્દીને વારંવાર ડાબા પડખમાં દુખાવો પણ થયેલ હતો. અને દર્દી ને રાજકોટ ની કોઈ હોસ્પિટલ માથી પથરી તોડવા ની સલાહ પણ આપેલ હતી. દર્દી ની બેદરકારી ના કારણે દર્દીએ સચોટ નિદાન કરાવ્યુ નહીં અને દેસી નુસ્કાઑ પર ધ્યાન આપ્યું જેથી તેમણે દુખાવામા રાહત મળતી પણ પથરી નીકળી નહીં અને કિડનીમા પથરીના કારણે ચેપ લાગવાથી કિડની કામ કરતી બંધ થઈ ગઈ હતી જેની પુષ્ટિ DTPA સ્કૅન દ્વારા કરવામાં આવી હતી.


આ બધુ દર્દી ને સમજાવ્યા બાદ તેમણે નેફેરેક્ટોમિ (કિડની કાઢવાનું ઓપરેશન ) માટે તૈયાર હતું , ત્યાર બાદ ડાબા પડખાંમા કાપો મૂકી ને કિડની કાઢવામા આવી અત્યારે દર્દી એકદમ સ્વસ્થ છે. દર્દી એ ડોક્ટર તથા તેમની ટીમ નો આભાર માન્યો. દર્દીની તમામ સારવાર આયુષ્યમાન ભારત યોજના હેઠળ ફ્રી મા કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!