
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
વલસાડ ખાતે રહેતી 28 વર્ષીય યુવતી અને તેણીના પરિવારના સભ્યો આહવા ખાતે ફરવા માટે આવ્યા હતા.ત્યારે આહવા નજીક આવેલ દેવીનામાળ કેમ્પ સાઇટ જતા ગેટ પાસે 7 – 8 વ્યક્તિઓ દ્વારા યુવતીનાં પરિવારનાં સભ્યોને માર મારવામાં આવ્યો હતો.તેમજ યુવતીની છેડતી કરવામાં આવી તેવા આક્ષેપો સાથે આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે.વલસાડ ખાતે રહેતી 28 વર્ષીય યુવતી નામે મૃનાલી મુન્ના સિંગ તેમના કુટુંબી ભાઈ તથા અન્ય સંબધી સાથે આહવાથી સ્કુટી તથા કારમાં સવાર થઈ દેવીનામાળ કેમ્પ સાઇટ ખાતે ફરવા માટે જઈ રહ્યા હતા.ત્યારે દેવીનામાળ કેમ્પ સાઇટ ગેટ પાસે પહોચતા સામેથી અર્ટિગાં ફોર વ્હીલ ગાડીમાં તથા મોટરસાયકલ પર (૧)સંજયભાઈ દેશમુખ (પુરા નામ જણાયેલ નથી),(૨) સુરજભાઇ બાગુલ(પીનુ) (પુરા નામ જણાયેલ નથી),(૩) મનોજભાઈ બાગુલ( પુરા નામ જણાયેલ નથી.),(૪) રાજેન્દ્રભાઇ પવાર (પુરા નામ જણાયેલ નથી.),(૫) કરણ સાયબુ (પુરા નામ જણાયેલ નથી.),(૬) રાહુલભાઈ વિજયભાઈ (બોબ) (પુરા નામ જણાયેલ નથી),(૭) બિજા અન્ય ત્રણેક ઇસમો (પુરા નામ જણાયેલ નથી)( તમામ રહે.આહવા) આ ઈસમો આવ્યા હતા.અને યુવતીનાં સંબધીઓનાં વાહન સામે અર્ટીગાં કાર ઉભી રાખી ગેરકાયદેસર અવરોધ કરી અપશબ્દો બોલવા લાગ્યા હતા.તે વેળાએ યુવતીના કુંટુબી ભાઈએ કહેલુ કે,” અમારી સામે અર્ટીગાં ઉભી રાખી ગાળો કેમ આપો છો? ” તેમ કહેતા અર્ટિગાં ફોર વ્હીલ ગાડીમાં તથા મોટરસાયકલ પર સવાર વ્યક્તિઓ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા.અને યુવતીના કુટુંબી ભાઈને ઢીકા-મુક્કીનો માર મારવા લાગ્યા હતા.ત્યારે યુવતી તથા અન્ય પરિવારના સભ્યો બચાવવા વચ્ચે પડતા તેઓને પણ ઢીકા-મુક્કી કરી માર માર્યો હતો.અને યુવતીની લાજ લેવાના ઇરાદે ઓઢણી ખેંચી હાથ ખેંચી છેડતી કરવામાં આવી હતી.એવા આક્ષેપો સાથે આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.હાલમાં આ બનાવને લઇને આહવા પોલીસ મથકનાં પી.એસ.આઈ.એ.એચ.પટેલે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..






