વાત્સલ્યમ સમાચાર- મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારામાં આવેલ સ્કૂલ લીડરશિપ એકેડેમી ખાતે ડાંગ જિલ્લાના વતની હોય તેવા તમામ અધિકારીઓ, પ્રોફેસરો અને કર્મચારીઓનું સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમા મોટી સંખ્યામાં અધિકારીઓ તથા પ્રોફેસરો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ડાંગ જિલ્લાના બુદ્ધિજીવી વર્ગને એકજૂટ કરીને જિલ્લાના વિકાસ માટે મંથન કરવાનો હતો.સાપુતારામાં આવેલ સ્કૂલ લીડરશિપ એકેડેમી ખાતે ડાંગ જિલ્લાના વતની હોય તેવા અધિકારીઓ, પ્રોફેસરો અને કર્મચારીઓનું સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં નિવૃત્ત એડિશનલ કલેક્ટર ઈશ્વરભાઈ જે. માળી અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત તમામનું શાબ્દિક સ્વાગત ડો. ઉત્તમભાઈ ગાંગુર્ડે (આચાર્ય સરકારી કોલેજ, આહવા) એ કર્યું હતુ.અને સ્નેહ મિલન સમારોહ તથા શિક્ષણ ચિંતન શિબિર યોજવા માટેનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ડાંગ જિલ્લાનાં બુદ્ધિજીવી વર્ગને એકજૂટ કરીને જિલ્લાના વિકાસ માટે મંથન કરવાનો હતો.આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ પોતાનો પરિચય આપ્યો અને એકબીજા સાથેના સંબંધો મજબૂત કરવા પર ભાર મૂક્યો.આ ઉપરાંત, ડાંગ જિલ્લાના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો. ઉપસ્થિત અધિકારીઓ અને પ્રોફેસરોએ પોતાના અનુભવો શેર કર્યા અને નવી પેઢીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન આપ્યુ હતુ.તેમજ સમાજ વિકાસ માટે સહ્યાદ્રી ડેવલપમેન્ટ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટને જીવંત બનાવવા માટે પણ આ કાર્યક્રમમાં આહવાન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમના અંતે ડો. બી.એમ. રાઉત પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈએ આભારવિધિ કરી હતી.અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. સુરેશભાઈ ભોયે (પ્રોફેસર કોમર્સ કોલેજ, જુનાગઢ) એ કર્યું હતુ.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બુદ્ધિજીવીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નિવૃત્ત અધિકારીઓ અને પ્રોફેસરોનું સન્માન કરવામાં આવ્યુ હતુ..