BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
તેલંગાના નાં સાયકલિસ્ટ ૧૭૦૦ કીલો મીટર ની સાઇકલ યાત્રા કરી ભરૂચ જિલ્લા માં આવી પહોંચતાં ભરૂચ જિલ્લા ના પ્રખ્યાત સાઈક્લિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું…..
સમીર પટેલ, ભરૂચ
તેલંગાના, મહેબૂબનગર થી માહી, સાયકલ ઉપર સેવ વોટર, સેવ ટ્રી તથા પોલ્યુશન કા સોલ્યુશન નાં સંદેશ સાથે 12 જયોતિર્લિંગ નાં દર્શને સાયકલ યાત્રા પર નીકળી આશરે 1700 કિલોમીટર જેટલું અંતર કાપીને ભરૂચ જિલ્લામાં આવી પહોંચતાં ભરૂચ જિલ્લા ના પ્રખ્યાત સાઈક્લિસ્ટ શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી…
સાયકલિસ્ટ માહી તેમની આ સાયકલ યાત્રા દરમિયાન કુલ ૧૭,૦૦૦ કીલો મીટર મુસાફરી કરશે અને ભારત ભરમાં આવેલા 12 જ્યોતિર્લિંગ ના દર્શન કરી પાણી તથા વૃક્ષ બચાવો અને પર્યાવરણ બચાવવાના પ્રયાસ નો સંદેશ આપશે તેમ જણાવ્યું હતું…
આ ઔપચારિક મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લા ના સાઈક્લિસ્ટ શ્વેતા વ્યાસે સાયકલિસ્ટ માહી ને તેમની આ સાયકલ યાત્રા સફળતા પૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી…