JUNAGADHKESHOD

ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન યાત્રાળુઓની આરોગ્ય સુખાકારી માટે ૧૬ મેડિકલ – પેરા મેડિકલ ટીમ સેવારત રહેશે,પરિક્રમા રૂટ પર ૧૨ સહિત કુલ ૧૬ જેટલી એમ્બ્યુલન્સને  ડેપ્યુટ કરાશે

ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન યાત્રાળુઓની આરોગ્ય સુખાકારી માટે ૧૬ મેડિકલ - પેરા મેડિકલ ટીમ સેવારત રહેશે,પરિક્રમા રૂટ પર ૧૨ સહિત કુલ ૧૬ જેટલી એમ્બ્યુલન્સને  ડેપ્યુટ કરાશે

જીણાબાવાની મઢી, માળવેલાની ઘોડી ઉપરના પોઇન્ટ, શ્રવણની કાવડના નળપાણી વિસ્તાર, નળપાણીની ઘોડી ઉપરના પોઇન્ટ, બોરદેવી સહિતના વિસ્તારમાં હંગામી દવાખાના કાર્યરત કરાશે  જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા યાત્રાળુઓ માટે આયોજનપૂર્વક જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે,  ખાસ કરીને ગિરનાર લીલી પરિક્રમાના ૩૬ કી.મી. લાંબા અને કઠિન ચઢાણ વાળા માર્ગને ધ્યાનમાં રાખીને ભાવિકોને જરૂરી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે ૧૦ જેટલા હંગામી દવાખાના ઓ શરૂ કરવામાં આવશે. આ સાથે યાત્રાળુઓની આરોગ્ય સુખાકારી માટે ૧૬ મેડિકલ – પેરા મેડિકલ ટીમ પણ સેવારત રહેશે. આ હંગામી દવાખાના જીણાબાવાની મઢી, સરકડિયાના ઘોડી વિસ્તાર, માળવેલા વિસ્તાર, માળવેલાની ઘોડી ઉપરના પોઇન્ટ, શ્રવણની કાવડના નળપાણી વિસ્તાર, નળપાણીની ઘોડી ઉપરના પોઇન્ટ, બોરદેવી વિસ્તાર, બળદેવી મંદિર, ભવનાથ અને ગિરનાર અંબાજીની ટૂંક કાર્યરત રહેશે. ઉપરાંત ભવનાથના નાકોડા ખાતે તાત્કાલિક સારવાર માટે આઇસીયુ પણ કાર્યરત રાખવામાં આવશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી મનોજ સુતરીયાએ જણાવ્યું કે, જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા માર્ગદર્શન હેઠળ ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન યાત્રાળુઓને આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટેનું જરૂરી આયોજન કરવામાં આવ્યું છે. પરિક્રમા રૂટ પર રાવટી નાખીને હંગામી દવાખાનાઓ શરૂ કરવામાં આવશે. આ સાથે આકસ્મિક સંજોગોમાં દર્દીને નજીકના દવાખાના પહોંચાડવા માટે ૧૨ જેટલી એમ્બ્યુલન્સને પરિક્રમા રૂટ પર ડેપ્યુટ કરવામાં આવશે. ગિરનાર લીલી પરિક્રમામાં યાત્રાળુઓનો ભારે ધસારો રહેતો હોવાથી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા સરળતાથી મળી રહે તે માટે ભવનાથ, ભેસાણ તાલુકાના માલીડા પાસે, ડેરવાણ વિસ્તાર અને બીલખા પાસેના રામનાથ વિસ્તારમાં ૧૦૮ એમ્બ્યુલન્સને જરૂરી દવા અને સ્ટાફ સાથે તૈનાત રાખવામાં આવશે.ભવનાથ અને બળદેવી વિસ્તારમાં પેરામેડિકલ સ્ટાફને ક્લોરીનેશન તેમજ સેનિટેશન ની કામગીરી કરવા માટે નિયુક્તિ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ જૂનાગઢ દ્વારા 24*7 કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!