Rajkot: મહાનગરપાલિકા તથા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના સરકારી સહાય મેળવતા રેશનકાર્ડધારક નાગરિકો અને વિદ્યાર્થીઓને ઈ-કે.વાય.સી. કરાવવા અનુરોધ
તા.૯/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
my ration મોબાઈલ એપ, મામલતદાર કચેરીની પુરવઠા શાખા અને ગ્રામ્ય સ્તરે VCE ખાતેથી ઈ-કે.વાય.સી. થઈ શકશે
Rajkot: રાજકોટ જિલ્લાના ઈ-કે.વાય.સી. કરાવવાપાત્ર તમામ રેશનકાર્ડધારક નાગરિકો અને વિદ્યાર્થીઓને વધુમાં વધુ ઈ-કે.વાય.સી. કરાવવા પ્રાદેશિક નગરપાલિકા નિયામકશ્રી મહેશ જાનીએ વિશેષ અનુરોધ કર્યો હતો.
કલેકટર કચેરી ખાતે યોજાયેલી ઈ-કે.વાય.સી અંગેની બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી રાજેશ્રી વંગવાણીએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ઈ-કે.વાય.સી. અંગેની તમામ બાબતો સવિસ્તર સમજાવી હતી. અને ઉમેર્યું હતું કે ઈ-કે.વાય.સી. ની કામગીરી my ration મોબાઈલ એપ, મામલતદાર કચેરીની પુરવઠા શાખા અને ગ્રામ્ય સ્તરે VCE ખાતેથી થઈ શકશે. શ્રી વંગવાણીએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં માય રાશન એપ દ્વારા ૨૭૩૫૭૬, PDS+ દ્વારા ૩૭૨૪૪, VCE મારફતે ૧૮૦૦૦૨, શાળા-કોલેજો મારફતે ૫૨૫૯ તથા વિવિધ ઝોનલ કચેરીઓ મારફતે ૧૦૭૨૮૦ વ્યક્તિઓના ઈ-કે.વાય.સી. કરવામાં આવ્યા છે.
નિવાસી અધિક કલેકટરશ્રી ચેતન ગાંધીએ ઈ-કે.વાય.સી. અંગે મહત્તમ લોકજાગૃતિ કેળવવા અને આઇ.ઈ.સી.(ઇન્ફર્મેશન-એજયુકેશન-કોમ્યુનિકેશન) પ્રવૃત્તિઓ કરવા પર ભાર મૂક્યો હતો.
જિલ્લા આઇ.સી.ટી.ઓફિસર શ્રી નમ્રતા નથવાણીએ ઈ-કે.વાય.સી. પ્રક્રિયાનું નિદર્શન રજુ કર્યું હતું.
આ બેઠકમાં પ્રાંત અધિકારીઓ સર્વશ્રી ચાંદની પરમાર, શ્રી રાહુલ ગમારા, શ્રી વિમલ ચક્રવર્તી, તમામ તાલુકાઓના વિકાસ અધિકારીશ્રીઓ, મામલતદારો અને ચીફ ઓફિસર્સ તથા સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓ રૂબરૂ અને ઓનલાઇન સામેલ થયા હતા.