MORBI:મોરબીમા શેરબજારમા રોકાણના નામે વઘુ એક યુવાન છેતરપિંડીનો શિકાર થયો
MORBI:મોરબીમા શેરબજારમા રોકાણના નામે વઘુ એક યુવાન છેતરપિંડીનો શિકાર થયો
મોરબીના સાવસર પ્લોટ ડોક્ટર મારવાણીયાની હોસ્પિટલમાં લેબ કોન્ટ્રાક્ટનો ધંધો કરતા યુવક સાથે પરિચય કેળવી આરોપીએ શેરબજારમાં રોકાણના નામે 13.75 લાખની છેતરપિંડી કરતા 9 આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં લેબ કોન્ટ્રાક્ટનો ધંધો કરતા ફરીયાદી શૈલેષભાઈ પટેલ (ઉ.વ.૪૦) સાથે આરોપી અલગ અલગ ચાર મોબાઈલ નંબર અને વોટ્સએપ ધરકોએ શેરબજારમાં રોકાણ કરવાથી સારો નફો થશે તેવુ જણાવી ઇન્ડુસન્ડ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક અલગ અલગ ખાતા નંબરના ધરકોએ રૂપિયા ૧૩,૭૫,૦૦૦ની છેતરપિંડી કરતા ફરિયાદી શૈલેષભાઈએ વોટ્સએપ મોબાઈલ નંબર તેમજ અલગ અલગ બેંકના એકાઉન્ટ ધારક ૦૯ આરોપીઓ તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.