વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગરનાં માણસા બ્લીસ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે શાળાકિય રાજ્ય કક્ષાની (SGFI) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ત્યારે આ સ્પર્ધામાં ડાંગ જિલ્લાની એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ચીંચલીની વિદ્યાર્થીનીઓએ પણ ભાગ લીધો હતો.જેમાં અંડર 14 બહેનોની કબડ્ડી સ્પર્ધામાં ડાંગ જિલ્લાની ટીમે રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.અને સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આ ટીમે દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો.પરંતુ આ વર્ષે સખત મહેનત કરીને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. ત્યારે રાજ્યકક્ષાએ કબડ્ડી સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી ડાંગ જિલ્લાનું નામ રોશન કરવામાં આવેલ છે. ડાંગ જિલ્લાની ટીમ વિજેતા થતા એસએમસીના સભ્યો તથા શાળાના આચાર્ય મનહર વડીયાતર અને કોચ દેશમુખ કમલેશભાઈએ વિધાર્થીનિઓને અભિનંદન પાઠવ્યા હતા.તેમજ એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ ચીંચલીનાં આચાર્ય મનહરભાઈ વડીયાતર દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવા બદલ વિદ્યાર્થીનીઓએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.