વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચુઅલ રીતે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમત) અને ધરતી આબા જનજાતિ ગ્રામ્ય અભિયાન અંતર્ગત જનજાતિ લાભાર્થીઓ સાથે વિશેષ ‘સંવાદ’ પણ કરશે.*
ડાંગ જિલ્લાના આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તા.૧૫મીએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ની વિશિષ્ટ ઉજવણી કરાશે.
આ ઉજવણી કાર્યક્રમનુ આયોજન ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા કરવામા આવ્યુ છે, જેમા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન’ (પીએમ જનમત) અને ‘ધરતી આબા જનજાતિ ગ્રામ્ય અભિયાન’ હેઠળ જનજાતિ લાભાર્થીઓ સાથે વર્ચુઅલ સંવાદ પણ કરશે.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી ડો. કુબેરભાઇ ડીંડોર, આદિજાતિ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન, લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઇ પટેલ, અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલ પણ વિશેષ હાજરી આપશે.