વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ યોજાશે

વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ યોજાશે
**
સાબરકાંઠા જિલ્લામાં ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત જનજાતિય ગૌરવ દિવસ ઉજવણી અને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન ( પીએમ- જનમન ) ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અન્વયે જનજાતિય લાભાર્થીઓ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચુઅલ સંવાદ કાર્યક્રમ વિજયનગર આર્ટસ કોલેજ ખાતે યોજાશે.
આજે તારીખ 15/11/2024 શુક્રવાર સવારે 10:00 કલાકે જનજાતિય ગૌરવ દિવસ ઉજવણી અંતર્ગત આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર, ગ્રામીણ વિકાસ, રાજ્યકક્ષામંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને વિજયનગર આર્ટસ કોલેજ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેનશ્રી શીશપાલ રાજપુત, સાંસદશ્રી શોભનાબેન બારૈયા, રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, ઈડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરા, હિંમતનગર ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા, પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, ખેડબ્રહ્મા ધારાસભ્યશ્રી ડૉ.તુષારભાઈ ચૌધરી તેમજ પૂર્વ ધારાસભ્યશ્રી અશ્વિનભાઈ કોટવાલ ઉપસ્થિત રહેશે.
જયંતિ પરમાર સાબરકાંઠા


