BHARUCHBHARUCH CITY / TALUKO
દિલ્હીથી મુંબઈને જોડતા એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના આમોદ નજીક આગળ ચાલતી ટ્રક સાથે પાછળથી ટ્રક ભટકાતા કારમાં સવાર મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે ચાર લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

સમીર પટેલ, ભરૂચ
દિલ્હીથી મુંબઈને જોડતા એક્સપ્રેસ હાઈવે પર ફરી એકવાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભાવનગરથી વાપી જતા પરિવારની કારને એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના આમોદ નજીક અકસ્માત નડયો હતો. આગળ ચાલતી ટ્રકમાં પાછળથી કાર ધડાકાભેર ભટકાઈ હતી જેમાં ગંભીર ઈજાના પગલે કારમાં સવાર હંસાબહેન પટેલ નામના મહિલાનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે હીનાબહેન,પટેલ શિવ પુજારી હરેશ પટેલ અને ચિરાગ પટેલને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વધુ તપાસ હાથ ધરી છે




