દાહોદ દ્રષ્ટિ નેત્રાલય આંખના હોસ્પિટલ ખાતે ૧૬ નવેમ્બર થી ૨૩ નવેમ્બર સુધી મોતિયાના મફત ઓપરેશનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
AJAY SANSINovember 15, 2024Last Updated: November 15, 2024
145 1 minute read
તા. ૧૫. ૧૧. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ દ્રષ્ટિ નેત્રાલય આંખના હોસ્પિટલ પર 16 નવેમ્બર થી 23 નવેમ્બર સુધી મોતિયાના મફત ઓપરેશનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
દ્રષ્ટિ નેત્રાલય આંખની હોસ્પિટલ દાહોદ દ્વારા તા. ૧૬ નવેમ્બર શનિવાર થી ૨૩ નવેમ્બર શનિવાર સુધી દ્રષ્ટિ નેત્રાલય દાહોદ ખાતે મોતિયાના મફત ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રોજ સવારના આઠ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી દ્રષ્ટિ નેત્રાલય આંખની હોસ્પિટલ ચાકલિયા રોડ દાહોદ, જીઆઇડીસી પાસે મોતિયાના મફત તપાસ, નિદાન તથા ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ નેત્ર યજ્ઞનો દાહોદ શહેર અને આસપાસના ગામોના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો લાભ લે તે માટે સેવાની ધૂણી સમાન આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ નિદાન કેમ્પમાં મોતિયા, ઝામર, ત્રાસી આંખ, પડદા પરવાળા તેમજ બાળ મોતીયા જેવી તમામ આંખની તકલીફ વાળા દર્દીઓની તપાસ કરવામાં આવશે. દ્રષ્ટિ નેત્રાલય ખાતે ઓપરેશન વાળા દર્દીઓ માટે જમવાનું રહેશે. તેમજ નેત્રમણી સાથે અત્યંત આધુનિક અને અધ્યતન સગવડોથી સુસજજ દ્રષ્ટિ નેત્રાલય ખાતે મફત ઓપરેશન કરવામાં આવશે. તપાસ કરાવવા આવનાર દર્દીઓએ રાશનકાર્ડ તેમજ આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે એક સગાને લાવવો ફરજિયાત છે. તેમ દ્રષ્ટિ નેત્રાલય દાહોદના પ્રબંધક ડાયરેકટર ડોક્ટર શ્રેયાબેન મેહુલભાઈ શાહ દ્વારા આ અંધાપા નિવારણના સેવા ભાવિ કાર્યનો સ્વયં લોકો લાભ લે તેમજ છેવાડાનો માણસ અંધ ના રહી જાય તે માટે કાયમી આંખના નિદાન ઓપરેશનની સગવડનો વધુમાં વધુ લોકોને લાભ લેવા જણાવવામાં આવ્યું છે
«
Prev
1
/
85
Next
»
ડાકોર વણોતી શેઢી નદીના બ્રિજ નીચેથી અજાણ્યા ઇસમની લાશ મળી આવતા ચકચાર