GUJARAT
શિનોર તાલુકા સેવાસદન કચેરીમાં ઓફિસના સમયમાં પણ સરકારી બાબુઓની ખુરશીઓ ખાલીખમ – અરજદારોમાં ભારે રોષ
ફૈઝ ખત્રી...શિનોર શિનોર તાલુકા મથકે માલસર જવાના રોડ પર તાલુકા સેવાસદન કચેરી આવેલી છે.જેથી તાલુકા સેવાસદન કચેરી ખાતે દરરોજ મોટી સંખ્યામાં અરજદારો પોતાના કચેરીના કામકાજ અર્થે આવતાં હોય છે.પરંતુ આજે સવાર ના 10.30 થી 11.30 વાગ્યાં સુધી પણ કેટલાંક સરકારી બાબુઓ ઓફિસે પહોંચ્યા ન હતાં.જેને લઇને તેઓની ઓફિસની ખુરશીઓ પણ તેમની કાગડોળે રાહ જોતી હોય તેમ ખાલીખમ જોવા મળી હતી.જો કે કચેરીના કામકાજ અર્થે આવેલા અરજદારોને સરકારી બાબુઓ ઓફિસે સમયસર નહિ પહોંચતા તેમની રાહ જોવાની ફરજ પડી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે જનસેવા કેન્દ્ર ખાતે સાત બાર અને 8 અ ના કટિયા પણ કોઈ ઇસ્યુ ના કારણે ન નીકળવાના કારણે ખેડૂત ખાતેદારોને પણ ધરમ ના ધક્કા ખાવાની નોબત આવી હતી.જેને લઇને ખેડૂત ખાતેદારોએ પણ તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.









