વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં અંતરીયાળ ગામોમાં BSNL ટાવર બનાવવામાં તો આવ્યો પણ અઠવાડિયા બાદ જ ટાવર જ બંધ પડી જતા લોકો દ્વિધામાં મુકાયા..
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં ગાવદહાડ ગ્રુપ ગ્રામ પંચાયત તથા ગીરમાળ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં બી.એસ.એન.એલ. ટાવરને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી.જે બાદ ઇન્ટરનેટથી વંચિત ગ્રામજનોને સુવિધા મળે તે હેતુથી હાલમાં જ 2024નાં વર્ષમાં ટાવર બનાવવામાં આવ્યો હતો પરંતુ છ થી સાત દિવસ બાદ આ ટાવર બંધ હાલતમાં જોવા મળતા લોકો દ્વિધામાં મુકાયા હતા.ત્યારે ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી હતી.ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની ગાવદહાડ ગ્રુપ ગ્રામ પંચાયત તથા ગીરમાળ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં બી.એસ.એન.એલ. ટાવરની યોગ્ય સુવિધા ન હોવાથી ગ્રામજનો એ વર્ષોથી હેરાન પરેશાન થવુ પડી રહ્યું હતુ.કારણ કે બીએસએનએલના ટાવરની યોગ્ય સુવિધા ન હોવાથી લોકોના મોબાઇલ ફોનમાં ઇન્ટરનેટની સુવિધા મળતી ન હતી અને લોકોએ સંપર્ક વિહોણા થઈને રહેવું પડતું હતું.ત્યારે ગ્રામજનોએ આ મામલાને લઈને અનેક વખત રજૂઆત કરી હતી. ત્યારે હાલમાં 2024ના વર્ષમાં BSNLનો ટાવર ઉભો કરવામાં આવ્યો હતો. ત્યારે ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ થયું હોય એવું લાગતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.પરંતુ ગ્રામજનોની ખુશી લાંબે ગાળે રહી શકી નહોતી. કારણકે એક અઠવાડિયામાં એટલે કે માત્ર છ થી સાત દિવસમાં જ આ ટાવર બંધ હાલતમાં જોવા મળ્યો હતો. ત્યારે સ્થાનિક ચૂંટાયેલા સભ્યો કે સરપંચ દ્વારા આ અંગે વારંવાર ફોન કરી જાણ કરવામાં આવી હોવા છતાં પણ બી.એસ.એન.એલ વિભાગ દ્વારા આ અંગે કોઈપણ પ્રકારની યોગ્ય કામગીરી કરવામાં આવેલ નથી કે ગ્રામજનોના પ્રશ્નને ધ્યાને લેવામાં આવેલ નથી.એવી ચર્ચા જોવા મળી રહી છે. ત્યારે તાત્કાલિક ધોરણે ગ્રામજનોના પ્રશ્નને ધ્યાને લઈને વહીવટી તંત્ર દ્વારા ઇન્ટરનેટ કનેક્શન આપવામાં આવે જેથી ગ્રામજનોને તથા શિક્ષકોને, આંગણવાડી વર્કર, સરકારી સેવાકીય યોજનાઓનું કામ સરળ બની શકે. તેમજ ઉલ્લેખનીય છે કે ગીરમાળ ખાતે ગુજરાતનો સૌથી ઊંચો ધોધ આવેલ હોય અને ત્યાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં પ્રવાસ અર્થે આવતા હોય છે. પરંતુ ત્યાં નેટવર્કની સુવિધા જ ન હોવાથી પ્રકૃતિનું સૌંદર્ય ઝાંખું પડતું હોય તેવું પણ જણાઈ રહ્યું છે. ત્યારે પ્રવાસન સ્થળ પર તો ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે..