BHARUCHGUJARAT

અંકલેશ્વર: સજોદ ગામ નજીક CNG સ્ટેશન પર કારમાં આગ, પરિવારનો આબાદ બચાવ

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરના સજોદ ગામ નજીક CNG પંપ પાસે ફોરવ્હીલ ગાડીમાં અચાનક આગ લાગતા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી જોકે આગને કાબૂમાં લેતા મોટી જાનહાની ટળી હતી.

અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ નજીક CNG પમ્પ પર ગેસ ફિલિંગ કરાવવા આવેલી હૂંડાઇ કંપનીની ઓરા કાર નંબર GJ05 RK 7695 અચાનક આગ લાગી હતી ગોવાલી ગામનું પરિવાર સજોદ લગ્ન માથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન સજોદ ગામ પાસે CNG પંપ પર ગેસ ફિલિંગ કરાવી ફોરવ્હીલ ગાડી આગર લેતા અચાનક આગ ફાટી નીકળી હતી આગ લાગતા અંકલેશ્વર પાલિકાનની ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી આગને કાબૂમાં લીધી હટી પરંતુ કાર બળીને ખાખ થઇ ગય હતી કારમાં સવાર તમામ લોકો સમયસૂચકતા વાપરી કારની બહાર નીકળી જતા કોઈ જાન હાની થઈ ન હતી. CNG પમ્પ પર ગેસ ફિલિંગ માટે આવેલ કારમાં આગ લાગતા પંપ પાસેના તમામ લોકોના જીવ તાળવે ચોટી ગયાં હતા તરત જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી આગને કાબૂમાં લેતા મોટી જાનહાની ટળી હતી ,ઘટનાનિ જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

Back to top button
error: Content is protected !!