આદિવાસી જનનાયક બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી સુરતના ભટાર ખાતે કરવામાં આવી
સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા આદિવાસી જનનાયક ક્રાંતિકારી બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે સુરતના ભટાર વિસ્તારમાં ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી

વાત્સલ્યમ સમાચાર
સુરત
સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેરમાં ૧૫૦ મી ક્રાંતિવીર બિરસા મુંડાજી ની જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સંગઠનના અગ્રણીઓ તેમજ હોદ્દેદારો દ્વારા આ કાર્યક્રમનું આયોજન “ક્રાંતિવીર બિરસા મુંડા” ની જન્મ જયંતી નિમિત્તે પ્રકૃતિ પૂજા કરી કાર્યક્રમની પ્રતિમાને ફૂલોથી સન્માનિત કરી કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી આર.જે પટેલ (IAS), ડેપ્યુટી કમિશનર (નિવૃત) ના અધ્યક્ષ સ્થાને કાપડીયા વાડીની પાછળ આવેલ મેદાનમાં રાત્રે ૮.૦૦ કલાકે રાખવામાં આવેલ આ કાર્યક્રમના અતિથિ વિશેષ એવા ડો. મધુભાઈ ગાયકવાડ, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સોસિયોલોજી વિભાગના વડા અને એસવીએનઆઈટીના સ્ટુડન્ટ વિભાગના ડીન પ્રો. ડો. સંજયભાઈ પટેલ સાથે અધ્યક્ષ ક્રાંતિભાઈ કુનબી, શ્રી બાબુભાઇ ગામીત, શ્રી અશોકભાઈ પટેલ તેમજ નવ યુવા પ્રમુખ એવા ભિલ સમાજના શ્રી હિતેશભાઈ મુંડવાલા તેમજ મંત્રી શ્રી પ્રફુલભાઈ પટેલ, સંગઠન મંત્રીશ્રી નિરવભાઈ ગરાસિયાની સમગ્ર ટીમ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રોફેસર ડો. મધુભાઈ ગાયકવાડે બિરસા મુંડાના જીવન ચરિત્રની સંઘર્ષ ગાથા વિશે ટાંકતા કહ્યું હતું કે સને ૧૮૭૫ માં બિરસામુંડાનો જન્મ રાચીના ઉલાહુત ગામમાં ગરીબ પરિવારમાં થયો હતો અને ૬ જુન ૧૯૦૦ માં શહીદ થયા હતા.
તેમના જીવનમાં બાળપણથી જળ, જંગલ, જમીન માટેની અંગ્રેજો સાથે શાહુકારો, જમીનખોરો સાથેની જમીનની લડાઈ માટે સંઘર્ષ કરવામાં આવેલ તેઓની ૨૫ મી વર્ષની ઉંમરે તેઓને છલ-કપટ કરી એક આદિવાસી નેતાને શહીદ કરવામાં આવેલ તેઓના નાની ઉંમર રમવાની ઉંમરે સંઘર્ષ કરી તેઓને ઉલગુલાન થકી આદિવાસીઓની જમીન અંગેના કાયદા બનાવવા પડેલ જે બાબતે ડો. ગાયકવાડ દ્વારા પ્રસ્તુત વિગતો લોકો સાથે જીવન ચરિત્ર રજૂ કરી સૌને જાણકારી આપવામાં આવેલ આ ક્રાંતિવીર બિરસામુંડા આદિવાસીઓ શીખ લઈ જીવનમાં ઉતારવા સૌને નાના બાળકોને શીખ આપવામાં આવેલ હતી..





