BANASKANTHAPALANPUR

શ્રી સત્તાવીસ ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી તારલા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

શ્રી સત્તાવીસ ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. અન્ય મહેમાનોમાં સમાજના પૂર્વ પ્રમુખશ્રી પ્રકાશભાઈ જોષી, સમાજના પૂર્વ મંત્રી અને આજીવન દાતાશ્રી કાન્તિલાલ રાવલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખશ્રી હેતલબેન રાવલ અને આ કાર્યક્રમના સૌ દાતાઓ વગેરે હાજર રહ્યાં હતાં. દાતાઓના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય અને સંજયભાઈ રાવલના કંઠે ગવાયેલ સુંદર પ્રાર્થનાથી કરવામાં આવી હતી.
સ્વાગત પ્રવચન સમાજના પ્રમુખશ્રી મનોજભાઈ જોષીએ કરી,આવેલ સૌ મહેમાનોને અને સમાજ બંધુઓને આવકાર્યા હતાં.
આ કાર્યક્રમમાં સમાજના ધોરણ ૦૧ થી ૧૨ ના ૧૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને દાતાઓ તરફથી ઈનામો આપવામાં આવ્યાં હતાં.
ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર દ્વારા સમાજના બાળકોનો ઉત્સાહ વધારવા થતાં આ કાર્યક્રમની પ્રશંસા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને અન્ય સમાજ બંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ મનોજભાઈ જોષી સાથે ઉપપ્રમુખ ભાવેશભાઈ જોષી (વકીલ), મંત્રી રાજુભાઈ રાવલ, સહમંત્રી મહેન્દ્રભાઈ જોષી, આ કાર્યક્રમના કન્વીનર બકુલભાઈ જોષી તથા ભાવેશભાઈ ડી.જોષી (જેટકો) એ ખુબ જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમનું સફળ સંચાલન જીગરભાઈ જે.જોષીએ કર્યું હતું.

Back to top button
error: Content is protected !!