GUJARATHALOLPANCHMAHAL
હાલોલ ટાઉન પોલીસે ખોવાઈ ગયેલુ પાકીટ મુળ માલિકને શોધીને પરત કર્યું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૮.૧૧.૨૦૨૪
પંચમહાલ જીલ્લાના હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા એક યુવતીનુ ખોવાઈ ગયેલુ પાકીટ મુળ માલિકને પરત કર્યુ હતુ. આમ પોલીસે મે આઈ હેલ્પ યુ ની વ્યાખ્યા સાર્થક કરી હતી. પંચમહાલ જીલ્લાની હાલોલ ટાઉન પોલીસ સાચા અર્થમાં મે આઈ હેલ્પ યુ ની વ્યાખ્યા સાર્થક કરી છે.હાલોલના સ્ટેશન રોડ઼ વિસ્તારમા અંજલીબેન નર્વતભાઈનુ પાકીટ પડી ગયુ હતુ તેમા જરુરી ચીજવસ્તુઓ હતી.જ્યારે હાલોલ ટાઉન પોલીસ બસ્ટેન્ડ વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતી દરમ્યાન આ પાકીટ પોલીસ મથકના કર્મચારીને મળ્યુ હતુ.પોલીસે આ પાકીટના મુળ માલિકને શોધીને પરત કર્યુ હતુ.આમ પોલીસે સામાજીક સેવાનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ઼્યુ હતું.






