GUJARAT

હાલોલ:લાયન્સ ક્લબ હાલોલ ખાતે સહિયર ઇન્સ્ટિટ્યુટ દ્વારા મહેંદી સ્પર્ધા કાર્યકમ યોજાયો હતો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૮.૧૧.૨૦૨૪

સહિયર ઇન્સ્ટિટ્યુટ હાલોલ અને એપિક ફાઉન્ડેશન દ્વારા દીકરીઓની આવડત બહાર લાવવાના સતત પ્રયાસો કરવામાં આવે છે.ત્યારે રવિવારના રોજ હાલોલમાં સહિયર ઇન્સ્ટિટ્યુટ દ્વારા મહેંદી હરીફાઈ યોજવામાં આવી હતી જેમા ૧૦૦ ઉપરાંત દીકરીઓ નામ નોંધાયા હતા અને તેમની સાથે બીજા ૧૦૦ દીકરીઓ આજરોજ કાર્યકમમાં જોડાયા હતા.જેમાં કાર્યકમમાં એપિક ફાઉન્ડેશન ના મિલન વાઘેલા, મહેંદી જજ-ઈકરા અનસારી, શબનમ અનસારી, ૧૮૧ મહિલા અભયમ ટીમ, ફિરોજ મલેક, શેખ રસીદ, સરતાજ ટાંકાવાલા, યાસ્મીન શેખ (મહિલા વિકાસ મંડળ, ઇરફાન શેખ (જનવિકાસ), મકસુદ મલીક (દિવ્ય ભાસ્કર પત્રકાર) હાજરી આપી દીકરીઓને પ્રોત્સાહિત કર્યા હતા.આ કાર્યકમ માં પ્રથમ નંબર જેનબ રીયાઝએહમદ શેખ, બીજા નંબર અરમાં સિરાજ પતરાવાલા અને ત્રીજા નંબરમાં યાસ્મીન એન.પઠાણ આવ્યા હતા જેઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને બાકીની તમામને પણ આશ્વાસન રૂપે ટ્રોફી અને સર્ટિફિકેટ મહેમાનો દ્વારા આપવામાં આવ્યું હતું.કાર્યકમનુ એન્કરીંગ એપિક ફાઉન્ડેશનના મિલન વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.અને સમગ્ર કાર્યકમ ને સફળ બનાવવામાં હાલોલના સહિયર ઇન્સ્ટિટ્યુટના મસરત ખત્રી, રીયાઝ ખત્રી દ્વારા કાર્યકમને સફળ બનાવવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!