હાલોલ-જિલ્લા એલસીબી પોલીસે બાસ્કા ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી 7.58 લાખના ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપ્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૮.૧૧.૨૦૨૪
પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસ ની ટીમે હાલોલ ના બાસ્કા ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી પેટ્રોલિંગમાં હતી.દરમ્યાન રૂ.7.58 લાખના ભારતીય બનાવટ ના વિદેશી દારૂ રૂ.10 લાખ ની એલપી ટ્રક સહીત 17.60 લાખ નો મુદ્દામાલ કબ્જે કરી ટાટા એલપી ટ્રક મૂકી ભાગી છૂટેલા ચાલાક સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પંચમહાલ એલસીબી પોલીસ ની ટીમે ગત રાત્રી એ હાલોલ પેટ્રોલિંગ માં હતી દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ટાટા એલ પી ટ્રક માં ચોરખાનું બનાવવી તેમાં ભારતીય બનાવટ ના વિદેશી દારૂ ભરી ગોધરા વડોદરા હાઇવે ઉપર થઇ વડોદરા તરફ જવાની છે જે બાતમી ના આધારે ગોધરા એલસીબી પોલીસ ની ટીમે હાલોલના બાસ્કા ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી બાતમી વાળી ટ્રક ની વોચમાં હતી તે દરમ્યાન તે ટ્રક નો ચાલાક પોલીસ ને દેખી પોતાના કબ્જા ની ટ્રક રોડ ની સાઈડ માં ઉભી કરી ટ્રક મૂકી ભાગી છૂટ્યો હતો. રાત્રી નો સમય હોવાથી અંધકાર નો લાભ લઇ તે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.પોલીસે ટ્રકમાં તપાસ કરતા ટ્રક માં બનાવેલ ચોર ખાનામાંથી રૂ.758400/- નો ભારતીય બનાવટના વિદેશી દારૂ નો જથ્થો મળી આવતા પોલીસે દારૂના જથ્થા સાથે રૂ 10 લાખની એલપી ટ્રક તાટપતરી દોરડું મળી કુલ 1760600/- નો મુદ્દામાલ કબ્જે કરી ટાટા એલપી ટ્રક મૂકી ભાગી છૂટેલા ચાલાક સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.






