
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવામાં મહારાષ્ટ્રના શ્રી દાદુ મહારાજની ઉપસ્થિતિમાં કાનબાઈ માતાના લગ્ન વિધિની ઉજવણી કરવામાં આવી. કાનબાઈ એટલે કૃષ્ણની પ્રિય મિત્ર શ્રીમતી રાધિકા અને કાનબાઈ એટલે કૃષ્ણની પ્રિય રાણી રુક્મિણી. કાનબાઈ ઉત્સવ એ તો જાણે ત્યાં દિવાળીનો જ માહોલ સર્જાયો હતો.શ્રાવણ શરૂ થતાની સાથે જ કાનબાઈ માતાનો ઉત્સવ શરૂ થઈ જાય છે. ખાનદેશના જલગાંવ, ધુલે અને નંદુરબાર જિલ્લાઓમાં, આ તહેવાર મુખ્યત્વે વાણી, સોનાર, શિંપી, ચૌધરી, માલી સમુદાય દ્વારા ખૂબ જ આનંદ સાથે ઉજવવામાં આવે છે. અગાઉ કાનબાઈ ખાનદેશ મહારાષ્ટ્ર સિવાય બીજે ક્યાંય ઉજવાતી ન હતી. પરંતુ હવે ગુજરાતના આહવા સહિત અન્ય જિલ્લાઓમાં પણ કાનબાઈ માતા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે.આ તહેવાર ખાનદેશની કૃષિ સંસ્કૃતિ સાથે નજીકથી સંબંધિત છે અને દરેકને એક સાથે લાવે છે. જેમ કોંકણમાં તમામ ચાકરમાનો ગણપતિ ઉત્સવ માટે તેમના ગામ પાછા ફરે છે, તેવી જ રીતે ખાનદેશમાં વિદેશથી પરિવારના સભ્યો કાનબાઈ ઉત્સવની ઉજવણીમાં નિષ્ફળ ગયા વિના તેમના ઘરે આવે છે.વિજ્ઞાનના યુગમાં માણસ માણસથી દૂર જઈ રહ્યો છે ત્યારે કાનબાઈનો તહેવાર પરિવારજનોને એકબીજાની નજીક લાવે છે. આવા તહેવારો દાદા-દાદી અને પૌત્રો, કાકા-કાકી, સાસુ-સસરા અને બાળકો સાથે લાવે છે અને તેમના ચહેરા પરની અલૌકિક ખુશી જીવનના સમૃદ્ધ અર્થનું પ્રતીક છે.આહવામાં કાનબાઈ માતાના લગ્ન મહોત્સવનું આયોજન ભદાણે નંદુભાઈના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના આમળનેર ગામથી પધારેલા શ્રી દાદુ મહારાજ દ્વારા તમામ વિધિ ધાર્મિક રીતી રિવાજો મુજબ અને મંત્રોચ્ચાર કરી કરવામાં આવી હતી. કાનબાઈ માતાના શુભ પ્રસંગે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. આહવા નગરમાં માતાની શોભા યાત્રા કાઢી નગર વાસીઓ માતાના લગ્ન મહોત્સવને ડીજેના તાલે આનંદો ઉલ્લાશથી વધાવી નદીના કાંઠે શ્રી દાદુ મહારાજ અને નગર જનોની ઉપસ્થિતિમાં ફરી આરતી પૂજા કરી વિધિવધ બગ્ગીમાં સ્થાપિત કરવામાં આવ્યા.માતા કાનબાઈ હાજરા હજૂર છે એ તમામ સંકટ હરનારી ને સુખ સમૃદ્ધિ આપનાર છે બસ માંગે છે ભક્તિ ભાવ પૂર્ણ પૂજા.આહવા નગર જનો પર સદાય એમની પ્રેમળ કૃપા બની રહે એજ પ્રાર્થના:- શ્રી દાદુ મહારાજ




