GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
MORBI:મોરબીના રવાપર નદી ગામે યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
MORBI:મોરબીના રવાપર નદી ગામે યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
મોરબી તાલુકાના રવાપર નદી ગામે ૩૦ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર મોરબીના રવાપર નદી ગામે રહેતા વિજયભાઈ રામજીભાઈ બોચીયા ઉવ.૩૦ એ ગઈકાલ તા.૧૮/૧૧ના રોજ સાંજના ૮ વાગ્યા પહેલા રવાપર નદી ગામે આવેલ સ્મશાન પાસે પતરાના છાપરામાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક યુવકની ડેડબોડી તેમના કુટુંબી દિનેશભાઇ બોચીયા દ્વારા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવેલ હતા, મૃત્યુના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.