
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં ઈમાનદારીની મિશાલ ઊભી કરતા કંડક્ટર વિષ્ણુસિંહ ચૌહાણ,પેસેન્જરનું પૈસા ભરેલું પાકીટ પરત કર્યું
અરવલ્લીના મોડાસા ખાતે પાટણ – લુણાવાડા બસમાં પેસેન્જર પોતાનું રૂપિયા ભરેલું પાકીટ ભૂલી ગયા હતા. આ ઘટનાની જાણ બસના કંડકટર વિષ્ણુસિંહ ચૌહાણને થતાં તેમને પેસેન્જરનો સંપર્ક કરી તેમને આ પાકીટ તેમના કિંમતી સામાન સહિત સહી સલામત રીતે પહોંચાડી માનવતા મહેકાવી છે.પાકીટ પરત મળતા પેસેન્જર એ કંડકટરનો આભાર વ્યક્ત કર્યો. ઘટના જાણનાર તમામ લોકોએ કંડકટરની આ ઈમાનદારીને બિરદાવી. આજના સમયમાં પણ આટલી ઈમાનદારી દાખવી પાકિટ પરત કરનાર વિષ્ણુસિંહ પર જિલ્લાના તમામ નાગરિકોએ ગર્વ અનુભવ્યો.





