GUJARATNAVSARI

નવસારી જિલ્લામાં ૧૯મી નવેમ્બર વિશ્વ શૌચાલય દિનની ઉજવણી કરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

ગ્રામ પંચાયત કક્ષાએ સ્વચ્છતા બાબતે ઉત્તમ કામગીરી કરનાર સરપંચ અને સફાઇ કામદારને સન્માન પત્ર એનાયત કરાયા*

*સ્વચ્છ ભારત મશિન-ગ્રામીણ ફેઝ-રના સુચારૂ અમલીકરણ માટે નવસારી ડીસ્ટ્રીકટ વોટર એન્ડ સેનીટેશન મિશન (DWSM) ની બેઠક યોજાઇ*

નવસારી જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ૧૯મી નવેમ્બર “વિશ્વ શૌચાલય દિવસ” નિમિતે જિલ્લા કક્ષાની ઉજવણી ઇંચા.કલેક્ટરશ્રી પુષ્પલાતાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વાય.બી.ઝાલા સહિત વિવિધ ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા સરપંચશ્રીઓની ઉપસ્થિતીમાં જિલ્લા પંચાયત નવસારી ખાતે કરાઇ હતી.
આ પ્રસંગે ઇંચા.કલેક્ટરશ્રી પુષ્પલાતાના વરદ હસ્તે નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયત કક્ષાએ સ્વચ્છતા બાબતે ઉત્તમ કામગીરી કરનાર સરપંચશ્રી અને સફાઇ કામદારશ્રીને સન્માન પત્ર એનાયત કરાયા હતા. આ ઉપરાંત વિવિધ લાભાર્થીઓને સ્વચ્છ ભારત મશિન ગ્રામીણ ફેઝ-ર અંતર્ગત વ્યક્તિગત શૌચાલયના મંજુરી પત્રો વિતરણ કરાયા હતા.
કાર્યક્રમમાં ઇંચા.કલેક્ટરશ્રી પુષ્પલાતાએ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ થયેલ કામગીરી માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત ઉપસ્થિત સૌને આજના દિનનું મહત્વ અંગે સમજ કેળવી આગામી ૧૦ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ચાલનાર પખવાડીયાની ઉજવણીમાં સહભાગી થઇ પોતાના ઘર કે ગામ ઉપરાંત પોતાની કચેરીમાં પણ સ્વચ્છતા જાળવવા ઉપર ભાર આપવા સુચન કર્યું હતું. આગામી સમયમાં ઘન કચરા વ્યવસ્થાપન અંગે હાથ ધરનાર કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ સહિત યોજાયેલ સ્વચ્છ ભારત મશિન-ગ્રામીણ ફેઝ-રના સુચારૂ અમલીકરણ માટે નવસારી ડીસ્ટ્રીકટ વોટર એન્ડ સેનીટેશન મિશન (DWSM) સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રા) પેયજળ અને સ્વચ્છતા વિભાગ, જળશકિત મંત્રાલય, ભારત સરકારના આપવામાં આવેલ લક્ષ્યાંકો તથા નવસારી જિલ્લાને સ્વચ્છતામાં અગ્ર ક્રમે લાવવા અંગે ગહન પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું. આ સાથે બેઠકમાં ૧૫માં નાણાપંચ કાર્યક્રમ અંતર્ગત પાણીનાં કામો, ગ્રામ્ય નલ જલ મિત્રોની તાલીમ તથા સ્વયં સહાયી બચત મંડળો (SHGs) અને પ્રાથમિક ખેતીવાડી ધિરાણ મંડળીઓ (PACS)ની કાર્યશાળા/તાલીમોના આયોજનને બહાલી આવામાં આવી હતી.
કાર્યક્રમમાં વિવિધ ઉચ્ચ અધિકારીશ્રીઓ/કર્મચારીઓ તથા સરપંચશ્રીઓ, લાભાર્થી ભાઇ બહેનો ઉપસ્થિતી રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!