NANDODNARMADA

મનરેગા બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાની ચેતવણી , “બહારની એક પણ એજન્સીને કામ કરવા દઈશું નહીં”

મનરેગા બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાની ચેતવણી , “બહારની એક પણ એજન્સીને કામ કરવા દઈશું નહીં”

 

સાંસદ મનસુખભાઈ વસાવાએ પોતે માન્યું કે નેતાઓને જનતાની સેવામાં નહીં ફક્ત કોન્ટ્રાક્ટમાં રસ છે: ચૈતર વસાવા

 

બહારની એજન્સીઓ મટીરીયલ પૂરું પાડવાના નામે ભ્રષ્ટાચાર કરે છે: ચૈતર વસાવા

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

મનરેગાના કામોમાં મોટા પાયે અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મીલી ભગત હોવાનું ભાજપના આખાબોલા સાંસદ મનસુખભાઈ વસાભાઈ આક્ષેપ કર્યો હતો અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને આ બાબતે પત્ર લખીને તેઓએ જાણ કરી હતી ઉપરાંત જે ધારા ધોરણ મુજબ ટેન્ડર પાસ કરવાના હોય છે તેનાથી વિપરીત ટેન્ડરો પાસ કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યા છે

આમદની પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સંસદની વાત સાથે સુર પુરાવ્યો હતો અને એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું હતું કે, હાલ ભરૂચના સાંસદ મનસુખભાઈની વાત સાથે સહમત છું કે નેતાઓને જનતાની સેવાને બદલે કોન્ટ્રાક્ટના કામોમાં વધુ રસ છે. પરંતુ મનસુખભાઈને કહેવા માંગીશ કે ગુજરાતમાં તમારી સરકાર છે અને તમે સાંસદ છો તો કયા નેતાઓ કોન્ટ્રાક્ટના કામોમાં રસ ધરાવે છે તેમને ખુલ્લા પાડો. અમે ૨૩ ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી અને જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને જણાવ્યું હતું કે બહારની એજન્સીઓ મટીરીયલ પૂરું પાડવાના નામે ભ્રષ્ટાચારો કરે છે. હાલમાં મનસુખભાઈ જે પત્ર લખ્યો છે તેના માટે હું તેમને અભિનંદન પાઠવું છું.

 

હું મનસુખભાઈને કહેવા માંગીશ કે તમારા સંગઠનના લોકો ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, તો એ લોકોને ખુલ્લા પાડવામાં આવે એવી મારી મનસુખભાઈને વિનંતી છે. આજે અમારા ડેડીયાપાડા વિસ્તારના સરપંચોએ આવેદનપત્ર આપ્યું અને તેમણે જણાવ્યું કે તેઓને બહારની એજન્સીઓ નથી જોઈતી અને જાતે જ ગ્રામ પંચાયતોને અમલીકરણ કરાવીને, જાતે કામ કરી શકીએ છીએ. તો પછી શા માટે ગ્રામ પંચાયતને કામ આપવામાં આવતું નથી. કોણ બહારની એજન્સીઓને લાગી રહ્યું છે? શું ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ એજન્સીઓ લાવે છે?

 

મેં તંત્ર સમક્ષ એક સવાલ કર્યો હતો કે ગયા વખતે ડેડીયાપાડામાં 22 કરોડના બિલો બી એમ પટેલ નામની એજન્સીને ચૂકવવામાં આવ્યા. તો એ બીલો કોને વાઉચરના આધારે અને ક્યાંથી મટીરીયલ નાખ્યું, તેનું રોયલ્ટી અને જીએસટી બિલ ક્યાં છે, એ અમારો સવાલ છે. અમારો સવાલ એ પણ છે કે બિલો વગર 22 કરોડનું પેમેન્ટ કઈ રીતે થયું? પોતાની સરકારમાં સાંસદની વાત જો કોઈ માનતું ન હોય તો તમે વિચારી શકો છો કે કઈ હદે અધિકારી રાજ ચાલી રહ્યું છે અને કયાં નેતાઓ દ્વારા આટલા મોટા કૌભાંડો થઈ રહ્યા છે. આ મુદ્દા પર અમે આવનારા દિવસોમાં મોટું આંદોલન પણ કરીશું.

 

અમે બહારની એજન્સીઓને ચલાવી દેવામાં આવશે નહીં, જો ડેડીયાપાડા અને સાગબારાની કોઈ લોકલ એજન્સી હશે તો અમે તેને કામ કરવા દઈશું. પરંતુ બહારના કોઈપણ એજન્સીના માણસને હું કામ કરવા દઈશ નહીં, આ મારી ચેતવણી છે. અને જે પણ નેતાઓ હશે, ભલે મિનિસ્ટર હોય કે સાંસદ હોય કે કેન્દ્રના કોઈ મોટા નેતા હોય તેમની સાથે અમે લડી લઈશું, પરંતુ બહારના એક પણ વ્યક્તિને બોગસ બીલો મૂકીને ભ્રષ્ટાચાર કરવા દઈશું નહીં તેમ જણાવ્યું હતું

Back to top button
error: Content is protected !!