Navsari: ગણદેવી તાલુકામાં આવેલા બીલીમોરા ખાતે યુવતીને પ્રેમજાળમાં ફસાવી 3.48 લાખ પડાવી લેતા ફરિયાદ નોંધાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે રહેતી યુવતીને સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવી મીઠી મીઠી વાતોમાં ભોળવી પોતે શિપમાં નોકરી કરવા જવાનો કહી રૂપિયા 3.48 લાખ ઉછીના લીધા હતા.આ દરમ્યાન બન્નો વચ્ચે નિકટતા વધતા આ મિત્રતા સબંધમાંથી પ્રેમ સંબંધમાં બદલાતા પ્રેમી યુવાને યુવતીના ન્યૂડ ફોટાઓ પોતાના મોબાઈલમાં મગાવીયા હતા. ત્યારબાદ યુવતીએ પ્રેમીને ઉસીના આપેલા નાણાં વાયદા મુજબ પરત ન આપતા પ્રેમિકાએ ઉઘરાણી કરતા પ્રેમીએ પ્રેમિકાના ન્યૂડ ફોટા વિડિઓ વાયરલ કરવાના અને તારાથી જે થાય એ કરી લેજેની ધમકી આપી પૈસા પરત ન કરતા યુવતીએ બીલીમોરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બીલીમોરા ખાતે રહેતા જીતુ અશોકભાઈ મિસ્ત્રીની ધરપકડ કરી જીતુ મિસ્ત્રીનું મોબાઇલ કબ્જે કરી યુવતી પાસેથી લીધેલા પૈસા તેણે ક્યાં વાપર્યા તે અંગેની ઝીણવટભરી તપાસ બિલોમોરા પીએસઆઈ એમ.એલ સૈયદ હાથ ધરી છે.




