DEDIAPADAGUJARAT

મોવી -રાજપીપલા વચ્ચેનો નેશનલ હાઈવે રોડ દેવ દિવાળી બાદ પણ બીસ્માર હાલતમાં હોવાથી લોકો પરેશાન

અકસ્માતાનો ભય વધી રહ્યો છે ટુ વ્હીલર ચાલકો માટે જીવલેણ રોડ બની ચૂક્યો છે, રીપેર કરવાની તાત્કાલિક જરૂર

 

મોવી -રાજપીપલા વચ્ચેનો નેશનલ હાઈવે રોડ દેવ દિવાળી બાદ પણ બીસ્માર હાલતમાં હોવાથી લોકો પરેશાન

 

અકસ્માતાનો ભય વધી રહ્યો છે ટુ વ્હીલર ચાલકો માટે જીવલેણ રોડ બની ચૂક્યો છે, રીપેર કરવાની તાત્કાલિક જરૂર

વાત્સલ્ય સમાચાર

જેસિંગ વસાવા : ડેડીયાપાડા

 

ડેડીયાપાડા સાગબારા ના તથા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અતિ મહત્વનો પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જવાનો રસ્તો કે જે મોવી થી રાજપીપળા સુધીનો જે છે જે નેશનલ હાઇવે ના અંદરમાં આવે છે પરંતુ આ હાઈવે તદ્દન બિસ્માર હાલતમાં છે જે દિવાળી બાદ પણ રીપેરેશન ન કરાતા ગુજરાતનું પ્રવેશદ્વાર સમાન રોડ ના પ્રવાસીઓ તથા બંને તાલુકાની જનતા ખૂબ જ પરેશાન થઈ ચૂકી છ અનેકોે જગ્યા જગ્યા પર મોટા ખાડા પડી ચૂક્યા છે છતાં પણ પેચ વર્ક તથા રીપેરેશન જ ન કરાવતા મોટી સંખ્યામાં ગાડીઓ બગડી રહી છે ગાડી ઓનાં ટાયર ફૂટી રહ્યા છે, ટુ વ્હીલર બાઈક ચાલકો તો એક્સિડન્ટનો ભોગ બની રહી છે કેટલાકની જિંદગીનો પણ ભોગ લેવા રહ્યો છે જેના કારણે આ રોડ તાત્કાલિક ધોરણે રીપેર કરવાની લોક માંગ ઉભી થઈ છે જ્યારે સરકારી મીટીંગો હોય ત્યારે નેશનલ હાઈવે સત્તાવાળા અને સ્ટેટ હાઇવે ના સત્તાવાળા તમામ રોડ ઉપર પેચવર્ક સહિત રીપેર થઈ ગયાના દાવા કરે છે પરંતુ આ દાવા કાગળ પર જ હોય છે અને તેના બીલો મુકાઈ ને ચાઉ થઈ જતા હોય છે અને મોટા મોટા નેતાઓને અને અધિકારીઓને ઉઠા ા જ ભણાવવામાં આવે છે જેથી આ રોડ તાત્કાલિક રીપેર કરવાની લોકમંગ ઊભી થઈ છે નહિતર જન આંદોલન પણ થાય તો નવાઈ નહીં

 

આ બાબતે જાણીતા એક્ટીવીસ્ટ અને એડવોકેટ હિતેશ દરજીએ જણાવ્યું હતું કે આ રોડ બાબતે સંખ્યાબંધ વખતે રજૂઆતો લેખિત મૌખિક કરી છે છતાં પણ રોડ બનતો નથી કે રીપેર પણ થતો નથી તે સિવાય બોરિદ્રા નજીક આવેલો બ્રિજ કે જે બંને લેવલ સરખા નથી ત્યાં પણ મોટાભાગે અકસ્માત વધારે થાય છે જેથી હવેથી આ રોડ અને બ્રિજ ના સરખા થાય તો હુ આ માટે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ હું તૈયારી કરી રહ્યો છું તેમ જણાવ્યું હતું

Back to top button
error: Content is protected !!