
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાના મેઘરજ ના તાલુકા પંચાયત ખાતે યોજાયો બાલિકા પંચાયતની દીકરીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો.
અરવલ્લી જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેટી બચાવો, બેટી પઢાઓ અંતર્ગત ” બાલિકા પંચાયતની સરપંચ અને ઉપસરપંચ દીકરીઓ સાથે મેઘરજ ના તાલુકા પંચાયત ખાતે સંવાદ” કાર્યક્રમ હસીનાબેન મન્સુરી જિલ્લા મહિલિ બાળ અધિકારી ની ઉપસ્થિતીમાં યોજાયો.આ કાર્યક્રમ અંતર્ગત દીકરીઓને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી. આ યોજનાનો લાભ તેઓ કેવી રીતે મેળવી શકે અને તેમની આસપાસની બાલિકાઓ – મહિલાઓને તેનો લાભ અપાવી શકે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી.આજના કાર્યક્રમમાં દીકરીઓને પંચાયત વિભાગ, આરોગ્ય વિભાગ,શિક્ષણ વિભાગ,ICDS વિભાગ,દહેજ પ્રતિબંધક કાયદા વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ, માહીતી વિભાગની વિવિધ યોજનાઓ,કાયદાઓ વિશે જાગૃત કરવામાં આવ્યાં હતા.




