વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં ઘાણા ગામ ખાતે આવેલ મુખ્ય પ્રાથમિક શાળાનાં પાંચ ઓરડાઓની જાહેર હરાજી ગત જુલાઈ મહિનામાં કરવામાં આવી હતી.ત્યારે આહવાનાં એક કોન્ટ્રાક્ટર દ્વારા ઉંચી બોલી લગાવીને પાંચ ઓરડા તોડવા માટેની મંજૂરી સર્વાનુમતે લીધી હતી.તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા પહોંચની રકમ પણ ચૂકવી દેવામાં આવી હતી,તેમ છતાં આ હરાજીને રદ કરવામાં આવેલ હોવાનું જણાવવામાં આવ્યુ હતુ.અને નવી હરાજી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવતા આ કોન્ટ્રાક્ટરમાં રોષ ફાટી નીકળ્યો છે.જેને લઈને કોન્ટ્રાક્ટર એ કલેકટર, મામલતદાર અને શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. તેમજ આ નવી હરાજી રદ કરવામાં ન આવે અને જો હરાજી રદ નહીં થાય તો આત્મવિલોપનની પરવાનગી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આહવા ડાંગ સંચાલિત સુબીર તાલુકાની ઘાણા પ્રાથમિક શાળાના પાંચ ઓરડાની જાહેર હરાજી તા.18/07/2024 ના રોજ કરવામાં આવી હતી.જે હરાજીમાં ડાંગ જિલ્લાના ઘણા ખરા કોન્ટ્રાક્ટર તથા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ આ હરાજી સરકારના નીતિ નિયમ મુજબ એસએમસી સમિતિના ઠરાવ મુજબ અને નાયબ કાર્યપાલક એન્જિનિયર ડાંગ જિલ્લા પંચાયત માર્ગ મકાન પેટા વિભાગ આહવા દ્વારા પ્રમાણપત્ર આપી 15 હજાર રૂપિયાની અપસેટ નક્કી કરવામાં આવેલ હતી.ત્યારે આ હરાજીમાં શરતો મુજબ બોલીઓ બોલતા આહવાનાં પરશુરામ રામુભાઈ આલકુટે નામક કોન્ટ્રાક્ટરે હરાજીમાં રૂ.17,600/- ની સૌથી ઊંચી બોલી લગાવી હતી.અને 10% લેખે કુલ રૂપિયા 1760/- કોન્ટ્રાક્ટરે સ્થળ પર તેની પહોંચ ઘણા પ્રાથમિક શાળાના આચાર્યના સહી વાળી નકલ તેમને આપેલ હતી.જેથી આ કોન્ટ્રાક્ટર એ પાંચ ઓરડાઓ તોડવા માટેની મંજૂરી સર્વાનુમતે લીધી હતી.આ હરાજીની પક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ તા.27/07/2024 ના રોજ એસ.એસ.સુનુન્યા, ઘાણા મુખ્ય શાળાના શિક્ષક દ્વારા જાહેર હરાજી રદ કરવા બાબતે જાહેર નોટીસ પેપરમાં પ્રસિધ્ધી કરાવેલ હતી.જેથી કોન્ટ્રાક્ટર પરશુરામભાઈ આલકુટેએ નોટીશનો ખુલાશો કરવા માટે મુખ્ય શિક્ષકની રૂબરૂ મુલાકાત લીધેલ હતી.તેમજ ટેલીફોનીક પણ વાતચીત કરી ખુલાશો કરી આ હરાજી રદ કરવા માટેનું કારણ જાણવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેઓએ કોઈ ચોક્કસ જવાબ આપેલ નહી અને ઉડાઉ જવાબ આપતા જણાવેલ કે, આ હરાજી અનિવાર્ય કારણોસર રદ કરેલ છે.તો કયારેક જણાવતા કે ખુબજ ઓછા ભાવમાં નક્કી થયેલ હોય જેથી રદ કરાવેલ છે. ત્યારે અહીં કોન્ટ્રાકટરને ચોક્કસ ન્યાયીક કારણ જણાવેલ નથી એવું કોન્ટ્રાકટરનું માનવું છે. અને કોન્ટ્રાકટરને કોઈપણ પ્રકારે વ્યક્તિગત નોટીશ આપી તેનું લેખીતમાં કારણ જણાવેલ નથી કે જાહેર નોટીસમાં પણ હરાજી રદ કરવા માટેનું કોઈપણ પ્રકારે ચોકક્સ કારણ જણાવેલ નથી.અને કોઈપણ પ્રકારના કાયદાકીય નિતી નિયમ વગર કાયદાકીય નીતી નિયમોને નેવે મુકી કાયદાકીય હરાજીની શરતોનું ઉલ્લંધન કરી,હરાજી રદ કરવાની જાહેર નોટીસ પ્રસિધ્ધ કરેલ છે.અને આચાર્યના માનીતા અને ચાહીતાઓને હરાજીથી ફાયદો કરાવી આપવા માટે નવી હરાજી કરવાની જાહેર નોટીસ આપવાનું કાવતરું એક બીજાના મેળાપણામાં કરી રહેલ છે.તેવા આક્ષેપો કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવી રહ્યા છે.ત્યારે આ સમગ્ર મામલામાં તા.19/11/2024 ની નવી હરાજી રદ કરવા અને જો હરાજી રદ નહીં થાય તો આત્મવિલોપનની પરમિશન આપવામાં આવે તેવી માંગ સાથે પરશુરામભાઈ આલકુટે એ જિલ્લા કલેકટર, આહવા મામલતદાર અને શિક્ષણ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યુ હતુ.ત્યારે આ બાબતે કોન્ટ્રાક્ટરને ન્યાય મળશે કે કેમ તે અંગે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે..